ગઈ તા.૦૮/૧૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારના ૪/૩૦ થી ૫/૦૦ વાગ્યાના અરસામાં શાહપુર વિસ્તારમાં એક વિધાર્થી પોતાનું પેશન પ્લસ મોટર સાયકલ લઈ પસાર થતો હતો. તે વખતે ત્રણ અજાણ્યા ઈસમોએ તેને રોકી ડરાવી ધમકાવી તેના શરીરે પહેરેલ ચાંદીની વીંટીઓ નંગ-૪, ચાંદીની ચેઈન-૧, ચાર્જર, પાવર બેંક, ઈયર ફોન સાથેની સ્કુલ બેગ તથા તેની પાસેનું હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાયકલની લુંટ કરી નાસી ગયેલાનો બનાવ બનવા પામેલ. જે અંગે ફરિયાદી દીપ જયેશકુમાર ગજ્જરની ફરિયાદ આધારે શાહપુર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૩૨૧૧૩૮૫/૨૦૨૧ ધી ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો લુંટનો ગુનો દાખલ થયેલ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ આ ગુન્હાનો ભેદ ઉકેલવા અને લુંટમાં ગયેલ મુદ્દામાલ હસ્તગત કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સી.બી.ટંડેલ નાઓના સ્કર્વાડના પો.સ.ઈ. શ્રી વાય.જી.ગુર્જર, પો.સ.ઇ. શ્રી પી.બી.ચૌધરી, પો.સ.ઈ. શ્રી એમ.એમ.ગઢવી નાઓ સ્કર્વાડના માણસો આ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન આજરોજ તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ સ્ટાફના એ.એસ.આઈ. રાકેશકુમાર રમાશંકર તથા એ.એસ.આઈ. મોહંમદયુનુસ અસગરઅલી નાઓને મળેલ બાતમી હકીકત આધારે મીરઝાપુર ચોક ખાતેથી એક ઈસમ અરબાઝખાન ઉર્ફે ગુડ્ડુ સ/ઓ જહાંગીરખાન સરદારખાન પઠાણ, ઉ.વ.૨૨, રહે. મ.નં.૧૩૭૫ મોરકસવાડ, કમાલવાલા બિલ્ડીંગ, પહેલા માળે, મીરઝાપુર, શાહપુર, અમદાવાદ શહેર નાને પકડી પાડી તેની પાસેથી ચાંદીની વીંટી નંગ-૪, ચાંદીની ડમરુવાળી ચેઈન નંગ-૧, મોબાઈલનું ચાર્જર નંગ-૧, મોબાઈલ પાવર બેંક નંગ-૧, જી.ટી.યુ. ની હોલ ટીકીટ, વાદળી કલરની કપડાની બેગ-૧ તથા એક કાળા કલરનું વાદળી પટ્ટાવાળું હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાયકલ નંબર જી.જે. ૦૧ ઈ.એમ. ૦૮૦૧ કિંમત રુપિયા ૧૦૦૦૦/- ની મત્તાનું મળી કુલ કિ.રુ.૧૨૯૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ. જે મુદ્દામાલ તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતાં આ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આ આરોપીને તા.૧૦/૧૨/૨૦૨૧ ના કલાક ૧૩/૩૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આરોપીની કબુલાત: (૧) પકડાયેલ આરોપીએ ગઈ તા.૦૮/૧૨/૨૦૨૧ ના રોજ શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે એક છોકરાને રોકી તેના મોટર સાયકલ પાછળ બેસી ગયેલ. થોડેક આગળ મીરઝાપુર કુરેશી ચોકમાં લઈ જઈ બાઈક ઉભું રખાવેલ, તે વખતે પોતાના બે સાગરિતો એક્સેસ ઉપર આવેલા. તેઓ ત્રણેય જણાઓએ આ છોકરાને ડરાવી ધમકાવી તેના હાથમાં પહેરેલ ચાંદીની વીંટીઓ નંગ-૪, ગળામાં પહેરેલ ચાંદીની ચેઈન-૧ તેમજ તેની પાસેની સ્કુલ બેગ જેમાં ચાર્જર, પાવર બેંક, ઈયર ફોન હતાં. તે તથા તેની પાસેનું હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાયકલની લુંટ કરી નાસી ગયેલ હોવાની કબુલાત કરતાં નીચે મુજબનો ગુનો શોધાયેલ હોય, તેઓને શાહપુર પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે. (૨) આજથી છ એક માસ અગાઉ શાહપુર ચકલા ખાતે રાત્રિના સમયે એક છોકરાને રોકી તેને ડરાવી ધમકાવી તેની પાસેથી રોકડા રુપિયા ૪૦,૦૦૦/- ની લુંટ કરેલ. શોધાયેલ ગુન્હો: શાહપુર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૩૨૧૧૩૮૫/૨૦૨૧ ધી ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ આરોપીનો ગુનાહિત ઈતિહાસ: પકડાયેલ આરોપી સને ૨૦૧૮ માં દાણીલીમડા પો.સ્ટે. માં ૩૦૭ ના ગુનામાં પકડાયેલ છે. ઉપરોકત પકડાયેલ ઈસમે આવા પ્રકારના બીજા કોઈ લુંટના ગુનાઓ આચરેલ છે કે કેમ તેમજ તેની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે તેની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
તાજેતરમાં શાહપુર વિસ્તારમાં એક યુવકના ચાંદીના દાગીના તથા મોટર સાયકલની લુંટ કરનાર એક આરોપીને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગણતરીના કલાકોમાં લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
Views 144