‘ડાન્સ દીવાને 3’ના હોસ્ટ રાઘવ જુયાલ પર વંશીય ટિપ્પણીનો આરોપ લાગ્યો 

Views 110

ડાન્સ રિયાલિટી શૉમાં આસામના સ્પર્ધકને ચાઈનીઝ કહેતા વિવાદનો મધપુડો છેડાયો 

હોસ્ટ રાઘવ જુયાલ પોતાની કોમેડીને કારણે મુશ્કેલીમાં મુકાયો

 ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 3’ના હોસ્ટ રાઘવ જુયાલ પોતાની કોમેડીને કારણે મુશ્કેલીમાં મુકાતો જોવા મળ્યો છે. રાઘવની એક ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. વિવાદ વધતા રાઘવે માફી પણ માગી છે. ‘ડાન્સ દીવાને 3’ના એક એપિસોડમાં રાઘવ જુયાલ આસામની સ્પર્ધક ગુંજન સિંહાને ઇન્ટ્રોડયૂસ કરતી વખતે મજાકમાં ચાઈનીઝ બોલીને સંભળાવે છે.

આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. યૂઝર્સે આ ક્લિપ પર તીખી આલોચના કરી છે. યૂઝર્સે કહ્યું હતું કે આ વંશીય ટિપ્પણી છે અને નોર્થ-ઇસ્ટના નાગરિકોને ચાઇનીઝ કહેવું ખોટું છે. ઉલ્લેખનીય છે કે આ ડાન્સ શોને રાઘવ હોસ્ટ કરે છે. શોમાં તુષાર કાલિયા, ધર્મેશ યેલાન્ડે તથા માધુરી દીક્ષિત જજ છે. રેમો ડિસોઝા સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યો હતો.
વિવાદ વધતા રાઘવે ચોખવટ કરવી પડી
વિવાદ વધતા રાઘવે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડયોમાં તેણે કહ્યું હતું કે કેવી રીતે એક નાનકડી ક્લિપે એક ખોટી ધારણા લોકોમાં ઊભી કરી અને તેને કારણે અભદ્ર તથા વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડે છે. જ્યારે આસામની ગુંજન સિંહાને તેના શોખ તથા ગમતી વસ્તુઓ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે ચાઇનીઝમાં વાત કરી શકે છે.’
આ ઉપરાંત રાઘવે કહ્યું હતું કે તે ગિબ્રીશ ચાઇનીઝમાં વાત કરે છે. આ જ કારણે તેને એપિસોડમાં આ રીતથી ઇન્ટ્રોડયૂસ કરવામાં આવી હતી. તેના મિત્રો તથા પરિવાર પૂર્વોત્તર રાજ્યમાં રહે છે.
રેસીઝમને આપણા દેશમાં કોઈ સ્થાન નથી : હિમંતા બિસ્વા, CM આસામ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘રેસીઝમને આપણા દેશમાં કોઈ સ્થાન નથી. મારા ધ્યાનમાં આવ્યું છે કે લોકપ્રિય રિયાલિટી શોના હોસ્ટે ગુવાહાટીની સ્પર્ધક અંગે રેસિસ્ટ કમેન્ટ કરી હતી. આ ઘણું જ શરમજનક તથા અસ્વીકાર્ય છે. આપણા દેશમાં વંશીય ટિપ્પણીને કોઈ સ્થા નથી. આપણે સાથે મળીને આની નિંદા કરવી જ જોઈએ.’

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *