જો ત્વચાના રંગમાં તફાવત હોય તો Fitbit દ્વારા યોગ્ય ટ્રેકિંગ કરવામાં આવતું નથી

Views 146

ફિટબિટ સહિત અન્ય ફિટનેસ ટ્રેકર્સ વિવિધ રંગના લોકોના હાર્ટ રેટનું સચોટ વાંચન આપી શકતા નથી કારણ કે આમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજી શ્યામ રંગના લોકોની ત્વચાના રીડિંગ માટે સંઘર્ષ કરે છે અને સરળતાથી તેના હાર્ટ રેટ વાંચી શકતુ નથી.


આ વેરિયેબલ ચામડીમાં પ્રકાશ ફેંકીને ફોટોપોલિથિમોગ્રાફી (PPG) તરીકે ઓળખાતી ટેકનિક દ્વારા ત્વચાનું સચોટ નિરીક્ષણ કરે છે. જેમ તમે કસરત કરો છો અને લોહીના પ્રવાહમાં વધારો થવાને કારણે તમારી ધમનીઓ ફૂલી જાય છે આ ટેકનોલોજી એવી જ રીતે પ્રકાશ ફેંકી લોકોના હાર્ટ રેટ જાણી શકે છે. ફિટનેસ ટ્રેકર્સ તેમ જ અન્ય ઉપકરણોનો ઉપયોગ કરીને લોકો પ્રકાશ દ્વારા હાર્ટ રેટને સમાયોજિત કરી શકે છે.

માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીના ટીમ કોલિન્સ અને કિલ યુનિવર્સિટીના સાન્ડ્રા વૂલીએ જણાવ્યું હતું કે પીપીજીમાં હાર્ટ રેટ પ્રમાણમાં ઓછા આંકવામાં આવે છે કારણ કે આમાંથી નીકળતો પ્રકાશ લીલો હોય છે જે ધમનીઓ સુધી પહોંચવા માટે ત્વચામાં પ્રકાશ તો ફેંકે છે પરંતુ ઊંડાણમાં જઇ શકતો નથી જેને પગલે હાર્ટ રેટના વાંચન ખોટા આવે છે. તેમ જ આ ટેકનોલોજી શ્યામ રંગના લોકો પર નિષ્ફળ પુરવાર થઇ છે. આ લીલો પ્રકાશ વધુ પડતા શ્યામ રંગના લોકોમાંના મેલાનિનમાંથી પસાર થવા માટે સંઘર્ષ કરે છે. ધ અમેરિકન સોસાયટી ઓફ ફોટોબાયોલોજીમાં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પ્રકાશિત થયેલા અડધા કરતા ઓછા પ્રકાશ શ્યામ રંગની ત્વચામાં પસાર થતું નથી અને ગોરી ચામડી અને પાતળી ત્વચામાં સહેલાઇથી પસાર થઇ શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *