બેઇજિંગે ગયા ઓગસ્ટમાં આ પરમાણુ સક્ષમ મિસાઇલ લોંચ કરી હતી
મિસાઇલ પોતાના ટાર્ગેટને 20 માઇલ અથવા 32 કિલોમીટરથી ચૂકી ગઈ હતી
ચીન વિશ્વનું સૌથી ખતરનાક હથિયાર બનાવી રહ્યું છે, તેની સામે તમામ સિસ્ટમ ફેલ જશે
ચીન વિશ્વ ઉપર રાજ કરવાના તેના લક્ષ ઉપર સતત કામ કરી રહ્યું છે. આ દિશામાં તેનં નવું હથિયાર હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ હોઇ શકે છે. આ મિસાઇલ સ્પેસ ક્ષમતાઓથી સુસજ્જ છે તેવા ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક રિપોર્ટે સમક્ષ વિશ્વને ચોંકાવી દીધું છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ચીને એક અંતરિક્ષ ક્ષમતાઓથી સજ્જ હાઇપરસોનિક મિસાઇલ લોંચ કરી છે. બેઇજિંગે ગયા ઓગસ્ટમાં આ પરમાણુ સક્ષમ મિસાઇલ લોંચ કરી હતી, જે પોતાના ટાર્ગેટ ઉપર જતા પહેલાં પૃથ્વીની નીચલી કક્ષામાં ચક્કર લગાવતી હતી. જો કે આ રિપોર્ટમાં જણાવાયું હતું કે આ મિસાઇલ પોતાના ટાર્ગેટને 20 માઇલ અથવા 32 કિલોમીટરથી ચૂકી ગઈ હતી.
હાઇપરસોનિક ગ્લાઇડ વ્હિકલને લોંગ માર્ચ રોકેટ મારફત લાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવા લોંચિંગની જાહેરાતો કરવામાં આવતી હોય છે પરંતુ ચીને ઓગસ્ટમાં કરવામાં આવેલા લોંચિંગને ગુપ્ત રાખ્યું હતું, અમેરિકન ગુપ્તચર તંત્ર પણ આ અંગે અજાણ રહ્યું હતું. આ રિપોર્ટમાં જણાવાયુ હતું કે ચીન હાઇપરસોનિક હથિયારોને વિકસાવી રહ્યું હોવાના અહેવાલોથી અમેરિકાની ઊંઘ ઊડી ગઇ છે,
હાઇપરસોનિક મિસાઇલ્સ શું હોય છે?
હાઇપરસોનિક મિસાઇલ્સ પારંપરિક બેલિસ્ટિક મિસાઇલની જેવી જ હોય છે. તે પરમાણુ હથિયારોનું વહન કરવા સક્ષમ હોય છે અને તેની ઝડપ અવાજ કરતાં પાંચ ગણી હોય છે. બેલેસ્ટિક મિસાઇલ્સ પોતાના લક્ષ સુધી પહોંચવા માટે એક ચાપમાં અંતરિક્ષમાં ઉડાન ભરે છે. જ્યારે હાઇપરસોનિક મિસાઇલ વાયુમંડળના નીચલા હિસ્સામાં જઇને વધારે તેજ ગતિથી પોતાના ટાર્ગેટ સુધી પહોંચી જાય છે.
