ઘોઘંબામાં ચેક ડેમના કામમાં વચ્ચે રેતી ભરેલી થેલીઓ મૂકી ભ્રષ્ટાચાર કરતાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો

Views 143

ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામના વણઝારા ફળીયામાં બનતો ચેકડેમ હલકી કક્ષાનો, અધિકારીઓ સ્થળ તપાસ કરે એવી લોકોની માંગ ઉઠી છે.

ઘોઘંબા તાલુકામાં બાંધકામના કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરાય છે અને હલકી કક્ષાનું બાંધકામ કરવામાં આવે છે. આવા ગુણવત્તા વગરના કામો જોઇને સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.
ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામના વણઝારા ફળીયામાં એક ચેક ડેમ બનાવવામાં આવી રહ્યો છે આ ચેકડેમ નું બાંધકામ તદ્દન હલકી કક્ષાનું દેખાઈ રહ્યું છે તેથી ગામના લોકોએ આ કામને રોકવા માટે ગામના સરપંચને મૌખિક રજૂઆત કરી ત્યારે સરપંચનો તોછડો જવાબ મળ્યો હોવાનું કહેવાય છે.
ગામના જાગૃત નાગરિક દ્વારા સરપંચને રજૂઆત કરી હતી કે આ ચેકડેમના બાંધકામ માટે રેતી, કપચી, સિમેન્ટ વગેરે મટીરીયલનો રેસીયો જળવાતો નથી અને પાયાના બાંધકામ માં રેતી ભરેલી થેલીઓ મુકી હલકી કક્ષાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને આવું બાંધકામ થશે તો સામાન્ય વરસાદમાં પણ ધોવાઇ જશે અને સરકારી નાણાં નો દુર ઉપયોગ થશે જેથી તાત્કાલિક ધોરણે આ બાંધકામ અટકાવવા બાબતે રજૂઆત કરી હતી.
પરંતુ જાણવા મળ્યાં મુજબ સરપંચે આ રજૂઆતને ધ્યાન ઉપર લઈને મજબુત બાંધકામ થાય તે માટે સૂચન કરવાના બદલે રજૂઆત કરનાર નાગરિકને તોછડો જવાબ આપતાં કહ્યું કે “થાય તે કરી લો” એવો જવાબ આપ્યો હોવાનું કહેવાય છે.
ત્યારે લોકોમાં ગુસ્સો જોવા મળે છે કે, આ સરકારમાં ભારે ભ્રષ્ટાચાર થતાં ખુલ્લેઆમ જોવાય છે. ભ્રષ્ટાચાર કરતાં સ્થાનિક નેતાઓને આટલી હિંમત ક્યાંથી આવે છે? શું તાલુકાના અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચાર માં ભાગીદારી ધરાવતા હશે? તેવા અનેક સવાલો ની સાથે અનેક શંકાઓ ઉભી થઈ છે.
તો હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક અધિકારીઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ તપાસ કરવામાં આવશે કે નહિ તે જોવાનું રહ્યું??????
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *