ખોડા ચેક પોસ્ટ પર થી લાકડાના ભુસા(ડસ્ટ પાવડર)ના કટ્ટાની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૨૭,૬૨,૭૦૦ /-ના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ
બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા સાહેબ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી જે.બી.ચૌધરી તથા પો.સ્ટાફના અ.હેડ.કોન્સ હસમુખભાઇ તથા ખોડા ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા અ.પો.કો. મેહુલભાઇ તથા અ.પો.કો. દાનાભાઇ તથા આ.પો.કો. ભરતસિંહ તથા GRD સભ્ય ચિરાગભાઇ તથા ભરતભાઇ વિગેરે સ્ટાફના માણસો સાથે ખોડા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરતા એક ટેઇલર નંબર PB-11-BY-8735 ની આવતા ટ્રકને ચેક કરતા ટેઇલરમા લાકડાના ભુસા(ડસ્ટ પાવડર)ના કટ્ટા ભરેલ હોઈ જે કટ્ટા ઉચા કરી જોતા કટ્ટા નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ-૭૬૭ બોટલ નંગ-૯૨૦૯ કિ.રૂા.૨૭,૬૨,૭૦૦ /- નો મુદ્દામાલ તથા ટેઇલરની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૩૦૦૦/- તથા રોકડ રકમ રૂા.૨૭૦૦/- મળી કુલ કિ.રૂ.૪૨,૬૮,૪૦૦/- નો મુદામાલ ની હેરાફેરી કરતા આરોપી (૧) સરબજીતસિગ સ/ઓ સવર્નસિગ જાતે. જાટ(ગીલ) રહે.ફતેવાલા, પોસ્ટ-મલ્બાનવાલા, તા.જીરા જિ.ફિરોજપુર (પંજાબ) (૨) હરપેન્દ્રસિંગ સ/ઓ જગસિરસિંગ જાતે.જાટ(ગીલ) રહે.ખારાઇ, તા.કોટકપુરા જિ.ફરિદાકોટ(પંજાબ)વાળાને પકડી પાડી તથા સહ આરોપી લકી મો.નં.૮૨૯૫૧૮૭૬૨૭ તથા ગોડાઉન મેનેજર મનપ્રિતસિગ મો.નં.૭૫૬૭૮૩૭૨૬૪ વાળાઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર બનાસકાંઠા
ખોડા ચેક પોસ્ટ પર થી લાકડાના ભુસા(ડસ્ટ પાવડર)ના કટ્ટાની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૨૭,૬૨,૭૦૦ /-ના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ
Views 76