‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં સૌ ત્રણ સંકલ્પ કરે અને કાયમ પાલન કરે
સૂરત જિલ્લામાં ‘‘હું પણ કોરોના વોરિયાર અભિયાન’’નો પ્રારંભઃ
સમાજના વિવિધ વર્ગો, સંતવર્યો-ધાર્મિક –સામાજિક-ઊદ્યોગ-વેપાર અગ્રણીઓના સહાયોગથી અભિયાનને વ્યાપક બનાવાશેઃ
તા.રરમી મે એ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મૂકીએ
સૂરતઃગુરૂવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામેની સીધી લડાઇમાં રાજ્યના સૌ નાગરિકો-જનતા જનાર્દનને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે. ‘‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની તા.૨૧ થી ૨૭મી સુધી એક સપ્તાહ દરમિયાન ચાલશે.
જેના ભાગરૂપે આજરોજ સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, ચેમ્બર્સના, ક્રેડાઈ તથા વિવિધ એન.જી.ઓના પ્રતિનિધિઓની હાજરીમાં ‘‘હું પણ કોરોના વોરીયર’’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અભિયાનમાં ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અન્વયે સૌને ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પો લેવાના રહેશે. જેમાં (૧) પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેનું ખાસ ધ્યાન રાખવા (ર) માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નિકળવા તથા (૩) દો ગજ કી દૂરી રાખવા એટલે કે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું અનુપાલન કરવાનું રહેશે.
અભિયાનના બીજા દિવસે તા.રરમી મેના રોજ સૌ પોતાના વડીલો દાદા-દાદી, માતા-પિતાનું સન્માન કરતાં તેમની સાથે સેલ્ફી લઇને ‘હું પણ કોરોના વોરિયર’ના હેઝટેગ સાથે પોતાના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે અને વડીલોનું સન્માન આદર કરે.
જિલ્લા કલેકટરશ્રીએ સૌ પરિવારજનોની કાળજી રાખી કોરોના સંક્રમણથી બચવા સુરક્ષિત રહેવા ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં સૌ જન-જન સહયોગી બને તેવી અનુરોધ કર્યો હતો.
કોરોના સામેના જંગમાં સૌને કોરોના વોરિયર બની અભિયાનમાં જોડાવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ
Views 72