કાલોલ પોલીસે કાલોલ તાલુકાના તરવડા ગામેથી જુગાર રમતા ઇસમોને રંગે હાથ પકડયા

Views 142

કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ એમ એલ ડામોર તથા એલ એ પરમાર તથા પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે સોમવારે રાત્રે તેઓને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના તરવડા ગામ માં કેદારેશ્વર મંદિર ની સ્ટ્રીટલાઇટના અજવાળામાં કેટલાક ઇસમો પાના પત્તા થી પૈસાની હાર જીત નો જુગાર રમી રહ્યા છે કોરોના જેવી બીમારીમાં સોશિયલ ડિસ્ટન્સ ની ધરાર અવગણના કરી ભેગા થઈ જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે બે પંચો ને બોલાવી બાતમી વાળી હકીકતથી વાકેફ કરી બાતમી વાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે રેડ કરી ચારે બાજુથી કોર્ડન કરી સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા જોતા પોલીસને જોઇને કેટલાક શખ્સો નાસવા લાગેલા પોલીસે દોડીને સ્થળ ઉપરથી આઠ ઇસમોને ઝડપી પાડેલા જુગારની જગ્યાએથી વેરવિખેર થયેલા ચલણી નોટો અને પાના પત્તા મળી આવેલ સ્થળ ઉપરથી મળેલા નાણા ની ગણતરી કરતા રૂ.4,320/-પકડાયેલા આઠ ઈસમોની અંગજડતી માંથી મળી આવેલ રૂ.6,410/- મળી કુલ રૂ.10,730/-નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમો તથા જાહેરનામા ભંગની કલમો લગાડી અન્ય ભાગી ગયેલા તેર ઈસમો ની શોધખોળ હાથ ધરાઈ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *