બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વિસ્તારની ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મંગળવારે યોજાયેલી મતગણતરી દરમ્યાન ચુંટણી તંત્ર દ્વારા મતગણતરી કરતા ચુંટણી સ્ટાફ અને તૈનાત સુરક્ષા દળોના કર્મચારીઓ માટે જરૂરી બપોરના ભોજન માટે રેડીમેઈડ ફુડપેકેટોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
આ રેડીમેઈડ ફુડપેકેટોની વિવિધ વાનગીઓ પૈકી મુખ્ય પુલાવનું ફુડ વાસી નિકળતા કર્મચારીઓનો ભોજન લેવાની ભુખ અને સ્વાદ બગડી ગયો હોવાની લોકબુમ ઉઠી હતી. તદ્ઉપરાંત પ્લાસ્ટિક ડીશ અને પ્લાસ્ટિક રેપરના પેકિંગને કારણે સ્ટીમ કરેલા વાસી પુલાવને કારણે સમગ્ર ડીશની અન્ય વાનગીઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા હતા.
જેથી મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી ચાલનારી મતગણતરી દરમ્યાન તંત્રની બેદરકારી અને બિન આરોગ્યપ્રદ ફુડપેકેટોને કારણે તૈનાત કર્મચારીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય એવી દહેશતને પગલે સમગ્ર કર્મચારીગણમાં કચવાટ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મતગણતરી દરમ્યાન ફાળવાયેલા મોટાભાગના ફુડપેકેટોમાં વાસી પુલાવનો બગાડ થયો હતો જ્યારે ફરજ બજાવતા ઘણા ભુખથી મજબુર કર્મચારીઓએ વાસી પુલાવ પણ આરોગી લીધો હતો જેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તો એના માટે જવાબદાર કોણ એ મોટો સવાલ ઉભો થયો છે.
જેથી રેડીમેઈડ ફુડપેકેટોની પસંદગી કરતું તંત્ર દ્વારા સમગ્ર બિન આરોગ્યપ્રદ ફુડપેકેટોના ઓર્ડર સામે પ્રભાવિત કાર્યવાહી કરશે કે પછી સમગ્ર સ્ટાફના આરોગ્યની પરવા કર્યા વિના આંતરિક રીતે તંત્ર મીલીભગત નીતિ આચરવામાં આવી છે કે કેમ એ ઉકેલ માંગતો કોયડો બની ગયો છે.
કાલોલ તાલુકા ગ્રામ પંચાયતોની મતગણતરી દરમ્યાન ચુંટણી સ્ટાફના ફુડપેકેટમાં અમુક વાસી ફુડ નિકળતા ભારે રોષ ફેલાયો.
Views 56