બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુરુવારે સવારે અચાનક GFL કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બપોર પછી નજીકના ગ્રામજનો વિફરતા હલ્લાબોલ મચી ગયો હતો.
ગ્રામજનો અને જેમના પરિવારના લોકો હજુ મળ્યાં નથી જે કંપનીમાં કામ કરતાં હતાં તેમનો આરોપ છે કે હજુ કેટલાક કામદારો લાપતા છે. જ્યાં ઘટના બની છે તે સ્થળની આસ-પાસના ગ્રામજનો દાવા સાથે કહી રહ્યા છે કે, હજુ કેટલાક લોકો લાપતા છે.
જો કે, GFL કંપનીના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી નથી.ત્યારબાદ સ્થાનિક લોકોના પરિવારજનો જે કંપનીમાં કામ કરતાં હતાં તે ઘણાં સમયસુધી મળી નહિ આવતાં સ્થાનિક મહીલાઓ-પુરૂષો સહિત કંપનીના ગેટ ઉપર આવી પહોંચ્યા હતાં તથા તેમની અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી આવ્યાં હતાં. આ ઘટના અને ઘર્ષણ થવાના નિર્દેશને લઈને જિલ્લામાંથી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઘોઘંબાના જીતપુરા અને રણજીતનગર ગામ નજીક આવેલ GFL કંપનીમાં બનેલ બ્લાસ્ટ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ ૦૫ લોકોના મોત નિપજ્યા હોવાનું જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. હજુ પણ ઘણાં કામદારો લાપતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
ઘોઘંબાની GFL કંપનીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો આ દૂર્ઘટનામાં કુલ ૦૫ વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ૨૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં ઘાયલ થયા છે.જે બાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને GFL માં બ્લાસ્ટ મામલે જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે ટેલિફોનિક જાણકારી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઘોઘંબાના જીએફલમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે પરતું ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે GFLમાં બ્લાસ્ટ થયા બાદ પણ કંપનીમાં ગેસ લીકેજ થયો નથી જો થયો હોત તો આજુબાજુના સ્થાનિક લોકોને ઘણી મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હોત.
ત્યારબાદ જિલ્લા કલેક્ટરે સ્થળ ની મુલાકાત લઈ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સોલવન્ટ સહિતના કેમિકલનો ખૂબ જ મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હોવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસે હવે અકસ્માતનો ગુનો નોંધી કલમ ૧૭૪ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આજુબાજુના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ GFL કંપનીની ઘટનાની જાણ થતાં ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી અને હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજપાલસિંહ જાદવ સહિત ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં.
પંચમહાલ માં GFL કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં ૦૫ ના મોત ની સાથે ૨૦-૨૨ કામદારો ઈજાગ્રસ્ત થતાં નજીકના ગામોમાં ભયનો માહોલ
Views 51