પુર્વ સાંસદ રઉફવલી ઉલ્લાહના ખુન કેસમાં આજીવનની સજા ભોગવતા પેરોલ જમ્પ થયેલ લતીફ ગેંગનો આરોપી મોહમદઉંમર ઉર્ફે ફાઇટર ને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્

Views 51

 પુર્વ સાંસદ રઉફવલી ઉલ્લાહના ખુન કેસમાં આજીવનની સજા ભોગવતા પેરોલ જમ્પ થયેલ લતીફ ગેંગનો આરોપી મોહમદઉંમર ઉર્ફે ફાઇટર ને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્.    
.
પોલીસ મહાનિરીક્ષકશ્રી, ક્રાઇમ-૧, સી.આઇ.ડી. ક્રાઇમ, ગુ.રા., ગાંધીનગર નાઓએ પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર થી ફરાર કેદીઓ/આરોપીઓ ને પકડવા સારૂ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર.મંડલીક સાહેબ નાઓએ પેરોલ/ફલો જમ્પ ફરાર કેદીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ. જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.બી.દેસાઇ તથા પોતાની ટીમના પો.સ.ઇ શ્રી આઇ.એસ.રબારી, પો.સ.ઇ.શ્રી જે.વાય.પઠાણ તથા પો.સ.ઇ. શ્રી પી.એમ.પરમાર નાઓએ સ્ટાફના માણસોને પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓ વિશે માહીતી મેળવી પોતાના બાતમીદારો મારફતે હકિકતો મેળવી વધુમાં વધુ આરોપી શોધી કાઢવા સુચનાઓ આપેલ. જે સુચના અને માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારી નાઓ સ્ટાફના માણસો સાથે ડ્રાઇવ અનુસંધાને અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન મળેલ બાતમી હકીકત તા. ૨૧/૧૨/૨૦૨૧ ના રોજ આરોપી મોહમદ ઉંમર ઉર્ફે ફાઇટર S/O મજીદઅહેમદ જાતે પઠાણ, ઉ.વ. ૬૧, રહે. મહેબુબ બિલ્ડીંગ, સેન્ટ જોસેફ હાઇસ્કુલ સામે, રાજપુર, ગોમતીપુર, અમદાવાદ શહેર તથા તુબા ડુપ્લેક્ષ, વિભાગ-૨, અંસારી જવેલર્સ પાસે, સૈયદવાડી, વટવા, અમદાવાદ શહેર નાને વટવા ખાતેના રહેણાંક સ્થળેથી ઝડપી લીધેલ છે. પકડાયેલ આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે, એલીસબ્રીજ ખાતે પુર્વ સાંસદ રઉફવલી ઉલ્લાહ નાઓનું ખુન કરેલ જે કેસમાં પોતાને આજીવન કેદની સજા થયેલ. માર્ચ-૨૦૨૧માં પોતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી ૪૦ દિવસ ની પેરોલ રજા મેળવેલ. તે પેરોલ જમ્પની રજામાં વધારો કરાવેલ બાદ તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ જેલમાં પરત હાજર થવાનુ હતું. પરંતુ આજદિન સુધી હાજર થયેલ નહીં અને પેરોલ જમ્પ હોવાની હકીકત જણાવેલ હોય. મજકુર કેદીને ડીટેન કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સોંપવા સારૂ તજવીજ કરવામા આવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતિહાસ: (૧) સને-૧૯૯૨-૯૩ માં બાબરી ધ્વંસની ધમાલ તથા લતીફ ના શાર્પ શુટર શરીફખાન પઠાણને જાપ્તા માંથી ભગાડવાના કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ છે.(૨) સને-૧૯૯૨ માં રાધિકા જીમખાના ફાયરીંગ કેસોમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ છે. (૩) એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૭૩૧/૧૯૯૨ ઇપીકો ૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં પકડાયેલ છે. જે કેસમાં આજીવન કેદની સજા થયેલ છે.    
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
 રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
અમદાવાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *