ત્રણ મહિનાથી સંચાલકના ગલ્લા તલ્લાથી પરેશાન બનેલા એક ગ્રાહકે આક્રોશમાં આવીને દુકાનનું લેપટોપ પણ ઉપાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના ઉત્તમનગર સોસાયટી વિસ્તારના એક શોપિંગ સેન્ટરના ભાડાની દુકાનમાં ચાલી રહેલા જલારામ ગ્રાહક ભંડાર હેઠળની સસ્તા અનાજની દુકાનમાં મહિનાના અંત સુધી મળવાપાત્ર જથ્થો ગ્રાહકોને નહીં મળતા મંગળવારે દુકાનના વહીવટ સામે ગ્રાહકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
મંગળવારે સવારે મળવાપાત્ર જથ્થો મેળવવા માટે સવારે નવ વાગ્યાથી ગ્રાહકો દુકાને પહોંચ્યા હતા પરંતુ દુકાનનું શટર બંધ જોવા મળ્યું હતું. જ્યારે બપોરે એક વાગ્યા અનેક ગ્રાહકો એકત્રિત થઈને બંધ દુકાન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી સસ્તા અનાજની દુકાન સામે આક્રોશ વ્યકત કરતા ગ્રાહકોના જણાવ્યા અનુસાર પાછલા ત્રણ મહિનાથી ગ્રાહકોને અનિયમિત અને અપૂરતો જથ્થો મળતો હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
અત્રે જલારામ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન પર મોટાભાગના ગ્રાહકો દોલતપુરા ગામના હોવાથી ચોમાસામાં બહારથી આવતા ગ્રાહકોને જથ્થો મેળવવાના નિર્ધારિત દિવસોમાં અવારનવાર ધરમધકકા ખાવા પડે છે. જેથી મંગળવારે ઉઠેલા ગ્રાહકોના આક્રોશ દરમ્યાન દુકાનદારના ગલ્લા તલ્લાથી ત્રસ્ત પામેલા એક ગ્રાહકે દુકાનનું લેપટોપ પણ ઉપાડી લીધું હતું.
જોકે બપોર સુધી ચાલેલા ગ્રાહકોના આક્રોશ દરમ્યાન જ પુરવઠા વિભાગનો જથ્થો ભરેલો ટેમ્પો દુકાને આવી જતાં મામલો થાળે પડ્યો હતો અને અન્ય ગ્રાહકોએ લેપટોપ ઉપાડી જનાર ગ્રાહકને સમજાવીને લેપટોપ પરત કરતા બપોર સુધીમાં જથ્થો વિતરણ કરવાનો પ્રારંભ કર્યો હતો.
જેથી પાછલા ત્રણ મહિનાથી ગ્રાહકોને અનિયમિત અને અપૂરતો જથ્થો મળતો હોવાની લોકબૂમ અને કાલોલ તાલુકાના અમુક સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને મહિનાના અંત સુધી કેમ જથ્થો ફાળવવામાં આવતો નથી એ સમગ્ર રજૂઆતો અંગે સઘન રીતે અસરકારક તપાસ કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.તો હવે લાગતાં વળગતાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં તે જોવાનુંરહ્યું.
બ્યુરો રિપોર્ટ-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલની જલારામ ગ્રાહક ભંડાર હેઠળની સસ્તા અનાજની દુકાનમાં અનિયમિત અને અપૂરતો અનાજનો જથ્થો મળતો હોવાની ઉઠી ગ્રાહકોની ફરિયાદો ઉઠી
Views 152