કડી ના ચાંદરડા ગામ નજીક એક કરોડ ની ચોરી નો મામલો કાર માંથી એક કરોડ રોકડા ની થઈ હતી ચોરી

Views 122

કડી ના ચાંદરડા ગામ નજીક એક કરોડ ની ચોરી નો મામલો : કાર માંથી એક કરોડ રોકડા ની થઈ હતી ચોરી

  • 1 કરોડ ની ચોરી નો ભેદ મહેસાણા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો


મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર કડી તાલુકા ના ચાંદરડા ગામ ના પાટિયા પાસે થી ગઈકાલે સાંજે ઇનોવા કાર માંથી રૂપિયા 1 કરોડ રોકડ ની ચોરી થઈ હતી..બાબુભાઇ રબારી નામ ના જમીન ની લે-વેચ કરતા ઈસમ ની કાર માંથી રોકડ રૂપિયા એક કરોડ ની ચોરી ના પગલે મહેસાણા ક્રાઇમ બ્રાન્ચ સહિત ની પોલીસ દોડતી થઈ ગઈ હતી..જોકે મહેસાણા ક્રાઇમ બ્રાન્ચે ગણતરી ના કલાકો માં જ ચોરી નો ભેદ ઉકેલતા જ ચોરી ને અંજામ આપનાર ઘર ના જ ભેદી હોવાનું ખુલવા પામ્યું છે.એક કરોડ ની ચોરી ફરીયાદી ના વિશ્વાસુ ડ્રાયવર એવા માસીયાઈ ભાઈ અને તેના 3 પુત્રો અને પુત્રી એ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રચી ચોરી ને અંજામ આપ્યો હતો..આમ,એક કરોડ ની ચોરી ઘર કા ભેદી લંકા ઢાયે જેવા ચોરી ના કિસ્સામાં મહેસાણા ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા એક કરોડ રોકડા સહિત ચોરી માં સામે પિતા,3 પુત્રો અને પુત્રી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..
 
* કડી ના ચાંદરડા ગામ નજીક એક કરોડ ની ચોરી નો મામલો
* કાર માંથી એક કરોડ રોકડા ની થઈ હતી ચોરી
* ડ્રાયવર એવા માસીયાઈ ભાઈ અને તેના પરિવારે ચોરી ને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું
* ચોરી કર્યા બાદ ફરિયાદી ને ફરીયાદ ના કરવા ધમકી આપી હતી
* રૂપિયા એક કરોડ ની ચોરી કરી ભાગેલો પરીવાર આખરે ઝડપાઇ ગયો
* વિશ્વાસુ ભાઈ એજ વિશ્વાસઘાત કરી પરિવાર સાથે મળી ચોરી ને અંજામ આપ્યો
* 1 કરોડ ની ચોરી નો ભેદ મહેસાણા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો
       અહેવાલ – ગાયત્રીબેન ઝાલા   

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *