અમિત શાહ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકરોને મળ્યા
નવા વર્ષમાં ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે રવિવાર સુધી રોકાશે
ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દિવાળી- ગુજરાતી નૂતન વર્ષના તહેવારો અમદાવાદમાં પરિવાર સાથે ઉજવણી કરી. નવા વર્ષના આરંભે તેઓ શુક્રવારે થલતેજ સ્થિત નિવાસસ્થાને ભાજપના નેતા, કાર્યકરો અને શુભેચ્છકોને મળીને નવ વર્ષના શુભકામનાઓનું આદાન- પ્રદાન કર્યું.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના કાર્યાલય તરફથી કહેવાયુ હતું કે, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પાંચમી નવેમ્બરને શુક્રવારે સવારે 9-00 કલાકથી 10-30 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાને કાર્યકર્તા અને શુભેચ્છકોને મળશે. ગૃહમંત્રી અમિત શાહ દિવાળીના એક દિવસ પહેલા જ બુધવારે મોડી રાતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. દિવાળી, ગુજરાતી નૂતન વર્ષ અને ભાઈબીજ એમ ત્રણેય તહેવારો અમદાવાદમાં પરિવાર સાથે ઉજવીને રવિવારે દિલ્હી પરત જશે.
નવ વર્ષના આરંભે શુક્રવારે તેઓ અમદાવાદમાં દેવદર્શન જશે. દર વર્ષે તેઓ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી, જગન્નાથ મંદિર અને વસ્ત્રાપુર ખાતે આવેલી દ્વારકાધીશની હવેલી ખાતે પરિવાર સાથે દેવદર્શને જતા હોય છે.
કોરોનાને કારણે ગતવર્ષે અમિત શાહે નૂતનવર્ષ નિમિત્તે કાર્યકરો, શુભેચ્છકોને મળી શક્યા નહોતા. આ વર્ષે શુભેચ્છાના આદાન- પ્રદાનનું આયોજન કરવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર દિવસ અગાઉ 31 ઓક્ટોબર સરદાર જંયતિએ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ, આણંદ ખાતે અમૂલ ડેરીનીૂ સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણી અને 1લી નવેમ્બરે અમદાવાદ- સરખેજ હાઈવે ઉપર એલિવેટેડ કોરિડોરના લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.