નામિબિયાને હરાવી ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઉતરશે 

Views 65

ન્યૂઝીલેન્ડને વિજય મેળવવાની સાથે રનરેટ ઉપર પણ ધ્યાન આપવું પડશે

ન્યૂઝીલેન્ડ News in Gujarati, Latest ન્યૂઝીલેન્ડ news, photos, videos | Zee  News Gujarati
આત્મવિશ્વાસથી ભરપૂર ન્યૂઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડની લીગ મેચમાં શુક્રવારે નામિબિયા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ટાર્ગેટ શાનદાર વિજય હાંસલ કરીને સેમિફાઇનલનો દાવો વધારે મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મુકાબલો બપોરે 3:30 કલાકથી શરૂ થશે.
ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં ચાર પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. નામિબિયાને હરાવીને તે ગ્રૂપ-2માંથી સેમિફાઇનલમાં પહોંચનાર બીજી ટીમ બનવાનો પ્રયાસ કરશે. આ ગ્રૂપમાંથી પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. ભારત સામે સારો દેખાવ કર્યો હોવા છતાં ન્યૂઝીલેન્ડે તેના રનરેટને સુધારવાની જરૂર છે. સુકાની કેન વિલિયમ્સને જણાવ્યું હતું કે અમે બોલિંગમાં સારો દેખાવ કર્યો નથી. સ્કોટલેન્ડને બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી. અમારા બોલર્સે ભૂલો સુધારવાની જરૂર છે.
ટ્રેન્ટ બાઉલ્ટ, ટિમ સાઉથી અને એડમ મિલને નામિબિયા સામે વધારે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે. સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સાન્તેનર પણ તેમનું ફોર્મ અને રિધમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ઓપનર માર્ટિન ગુપ્ટિલ ફોર્મમાં પરત ફર્યો હોવાના કારણે ન્યૂઝીલેન્ડને વધારે રાહત પહોંચી છે. તેણે છેલ્લી મેચમાં 56 બોલમાં 93 રન બનાવ્યા હતા.
ઓપનિંગ બેટ્સમેન ડેરિલ મિચેલ અને વિલિયમ્સને મોટી ઇનિંગ રમવાની જરૂર છે. ન્યૂઝીલેન્ડ પાસે ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, જિમી નિશામ જેવા આક્રમક ખેલાડીઓ છે જેઓ એક યૂનિટ તરીકે સારો સ્કોર નોંધાવીને નામિબિયા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
બીજી તરફ નામિબિયા પાસે ગુમાવવાનું કશું રહેતું નથી. પાકિસ્તાન સામે તેણે સારો દેખાવ કર્યો હતો અને તે પોતાની રિધમને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તેના બોલર્સે કિવિ બેટ્સમેનોને કાબૂમાં રાખવા વધારે શિસ્તબદ્ધ બોલિંગ કરવી પડશે. સારી શરૂઆત કરનાર તેના બેટ્સમેનોએ મોટી ઇનિંગ રમવાની જરૂર છે. ફોર્મમાં રહેલા ડેવિડ વાઇસે ઉપર ટીમનો મુખ્ય મદાર રહેશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *