હેવાનિયતની હદ વટાવી!:ભીલડીમાં માનસિક અસ્થિર મહિલા પર ધોળે દહાડે જાહેર રોડ પર દુષ્કર્મ, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

Views 165

હેવાનિયતની હદ વટાવી!:ભીલડીમાં માનસિક અસ્થિર મહિલા પર ધોળે દહાડે જાહેર રોડ પર દુષ્કર્મ, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

  • દુષ્કર્મ ગુજારતો વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે કહ્યું એક મહિનો જુનો વીડિયો
  • 181 અભયમે એક અસ્થિર મગજની મહિલાને પાલનપુર લાવી આશ્રય સ્થાને મોકલી

     ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા – રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજાર્યુ છે. બાજુના બિલ્ડીંગમાંથી કોઇ વ્યકિતએ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન પોલીસની તપાસમાં આ વિડીયો એક માસ જૂનો હોવાનું અને આજુબાજુથી અન્ય સીસીટીવીના ફૂટેજ પણ મળતા ન હોય આરોપી સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાથી આવી ઘટના બને કે તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

     ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા – રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજારી રહ્યો છે. નરાધમે શરીરે આછા ગુલાબી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. 30 સેકન્ડનો આ વિડિયો હાઇવે નજીક આવેલી બિલ્ડીંગમાંથી કોઇ વ્યકિતએ ઉતારી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે. જોકે, ભોગ બનનારમાં પ્રતિકાર કરવાની શક્તિ જણાતી નથી.અંગે તપાસકર્તા ભીલડી પીએસઆઇ આર. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે,વાયરલ વિડિયો એક માસ જુનો છે.

     ઘટના સ્થળે તપાસ કરી તો ત્યાં ઘાસ ઊગી નીકળ્યું છે. વિડિયો દૂરથી ઉતારાયો હોવાથી દુષ્કૃત્યનો ભોગ બનનારનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં પણ માત્ર સાત દિવસના જ સીસીટીવી ફૂટેજ હોવાથી તપાસમાં મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, પ્રાથમિક તપાસમાં બંને પુરૂષ હોય તેવી માહિતી મળી છે.

     ટૂંક સમયમાં સમગ્ર હકીકત બહાર લાવીશું. આ અંગે વિડિયો ઉતારનાર વ્યકિતના નિવેદનો લઈ પોલીસ મથકે જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરાઇ છે. જોકે ખાસ મહત્વનું એ છે કે, આવી ઘટના બની રહી હોય ત્યારે લોકોએ તુરંત નજીકના પોલીસ સ્ટેશનને અથવા 100 નંબર ઉપર જાણ કરવી જોઈએ.

*બંને કેસમાં આરોપીઓને ઝડપી લેવા એસ.પી.ને સુચના આપી છે
ડીસા મંદિરના ઓટલે રહેતી મુક સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી બાળકની માતા બનાવનાર અજાણ્યા શખ્સ તેમજ ભીલડીમાં વાયરલ વીડિયોમાં દુષ્કર્મ ગુજારનારા શખ્સને ઝડપી તપાસ કરી ઝડપી લેવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાને સૂચના આપી છે.: રાજુલબેન દેસાઇ (સદસ્યા, મહિલા આયોગ, ભારત સરકાર)

*વીડિયો ઉતારનારા વ્યક્તિએ જો પોલીસને જાણ કરી હોત તો આરોપી આજે જેલના સળિયા પાછળ હોત
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ધોળા દિવસે ઘટના બની છે. આજુબાજુથી વાહનો પસાર થાય છે.હાઇવે નજીકથી પસાર થતા લોકોએ પણ કૃત્ય જોયું હશે.પરંતુ તેમણે આંખ આડા કાન કરી પોલીસને જાણ કરી ન હતી.મહત્વની બાબત તો એ છે કે વિડીયો ઉતારનાર વ્યક્તિએ જો તુરંત પોલીસને જાણ કરી હોત તો આરોપી આજે જેલના સળિયા પાછળ હોત.

*ગભરાયેલી હોવાથી કશુ બોલી ન શકી
વિડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યાં બનાસકાંઠા 181 અભયમની ટીમને ગુરૂવારે કોલ મળતાં ભીલડી ગઇ હતી. જ્યાંથી એક અસ્થિર મગજની મહિલાને પાલનપુર લાવી હતી. જોકે, તે ગભરાયેલી અને શરીરમાં અશકિત હોવાથી પોતાનું નિવેદન લખાવી શકી ન હતી. આથી તેણીને પાલનપુર આશ્રય સ્થાને મુકવામાં આવી હતી. આ અંગે પીએસઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટના એક માસ જૂની છે. જ્યારે આ અસ્થિર મગજની મહિલા એક સપ્તાહથી જ શહેરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે

                                                                                                                                                                                   અહેવાલ – સમા સંદામ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *