યુવાઓ ને સ્થાનીક રોજગારી મળી રહે તથા સરકાર શ્રી ની ભરતી પ્રક્રિયામાં હાલ જે મિત્રો ની ઉંમર પુરી થાય છે. તેમના માટે યોગ્ય નિર્ણય લેવા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીમાં માં સ્થાનીક યુવા ઓ ને રોજગારી મળે તથા ગોધરા જી.આઈ.ડી.સી. માં મોટા ઉદ્યોગો ઘંઘાનુ આયોજન કરવામાં આવે જેથી સ્થાનિક રોજગાર ની તકો ઉભી થાય તથા સરકાર શ્રી દ્વારા વગર વ્યાજની એક લાખ રૂપિયા ની લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ જોવા મળી નથી જેથી હિન્દુ યુવા વાહિની પંચમહાલ ના ઉપાઘ્યક્ષ શ્રી ઉમેશ વણઝારા ના નેતૃત્વમાં હિન્દુ યુવા છાત્ર સંઘ ના યુવાઓ ઘ્વારા આ અંગે જીલ્લા કલેકટર સાહેબશ્રી પંચમહાલ નાઓના મારફતે માન્ય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
હિન્દુ યુવા વાહિની પંચમહાલ અને હિન્દુ યુવા છાત્ર સંઘ ઘ્વારા યુવાઓના વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું
Views 61