સરકાર દ્વારા કોરોના વાયરસ વધારે ના ફેલાઈ તેના માટે અલગ અલગ તબક્કામાં આજદિન સુધી લોકડાઉન આપેલ છે

Views 52

કાલોલ ના મોકળ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી હિમાંશુભાઈ દરજી દ્વારા
હાલમાં આપણે સૌ જાણીએ છીએ, કે કોરોના વાયરસને કારણે જે આખા વિશ્વમાં મહામારી ઉભી થઈ છે ,તેને કારણે અને તેમના દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે ફરજીયાત માસ્ક પહેરવું,ચાર થી વધારે લોકોએ ભેગા થવું નથી, વારંવાર સાબુથી હાથ ધોવા વગેરે અને તેને લઈને શાળાઓ પણ બંધ છે, પરંતુ શિક્ષણ નહીં તે મુજબ બાળકો ઘરેથી અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગનો મહત્વનો પ્રયાસ એટલે કે માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા બાળકો વર્ચ્યુઅલ ક્લાસરૂમ માં જોડાઈ અને તેમના ધોરણ નું શિક્ષણ મેળવી શકે તે માટે લાઈવ વિડિયો કોન્ફરન્સ દ્વારા બાળકો અભ્યાસ કરી શકે તે માટે અનેરી પહેલ છે. ઉપરોક્ત તસવીરમાં કાલોલ ના મોકળ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હિમાંશુભાઈ દરજી તેમના બાળકો સાથે વર્ચ્યુઅલ ક્લાસમાં ભણાવતા નજરે પડે છે
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *