તાલુકા કક્ષાએ આવકના દાખલા અને રેશનકાર્ડની કામગીરી હવે ગ્રામ પંચાયતમાં કરાશે મહેસાણા

Views 56

કોરોના વાયરસના સંક્રમણને વધતા અટકાયતી પગલા ના ભાગરૂપે જિલ્લા કલેક્ટરનો નિર્ણય
તાલુકા કક્ષાએ આવકના દાખલા અને રેશનકાર્ડની કામગીરી હવે ગ્રામ પંચાયતમાં કરાશે
મહેસાણા
મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને ધ્યાને લઇ જિલ્લાના પ્રભારી સચિવશ્રી દ્વારા
૧૧ જુલાઇ ૨૦૨૦ ના રોજ કોરોના વાયરસના પ્રસારની સ્થિતિની વિસ્તૃત ચર્ચા કરી, તમામ કામગીરી ગ્રામ પંચાયતમાં કરવા અને
પ્રાંત અધિકારીને મોનિટરિંગ કરવા સૂચના અપાઇ હતી. સમીક્ષાને અંતે કોરોના વાયરસનો એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ
ફેલાતો અટકાવવાની કામગીરી ને વધુ વિસ્તૃત અને અસરકારક બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લામાં આવકના દાખલાની રેશનકાર્ડની કામગીરી માટે દરેક તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો અને પૂર્વ શાખામાં
અરજદારોની ભીડ સર્જાતા કોરોના સંક્રમણ વધવાનું જોખમ વધતું જાય છે. તેથી હવે ગ્રામ્ય સ્તરે આવકના દાખલાની કામગીરી
તેમજ પુરવઠા શાખા ની રેશનકાર્ડમાં નામ દાખલા, કમી, સુધારા સહિતની તમામ કામગીરી ગ્રામ પંચાયતના વી.સી.ઇ. મારફતે
કરવાનું નિવાસ અધિક કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
વી.સી.ઇ મારફતે જરૂરી આધાર પુરાવાની ચકાસણી ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરી અપલોડ કરવાના રહેશે. જે અરજી
તાલુકા કક્ષાના અધિકારી મંજૂર નામંજૂર કરવામાં આવશે. તે મંજૂર નામંજૂર અંગે નિર્ણાયાત્મક પત્ર, હુકમની બજવણી વી.સી.ઇ.
મારફતે કરવાની રહેશે. વી.સી.ઇ.ને રૂ. ૨૦/- જમા કરવાના રહેશે. પ્રાંત અધિકારી ડી..એલ.ઇ., ટી.એલ.ઇ. અને વી.સી.ઇ ને
કામગીરી સંચાલનની તાલીમ આપી અરજદારોને અડચણ ન સર્જાય તેવી વ્યવસ્થા કરાશે. તેમજ જનસેવા કેન્દ્ર ખાતે બેનર
લગાવાના સહિત નાગરિકોને આ નિર્ણયથી અવગત થાય તેવા તમામ પ્રયાસો કરવા જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *