હત્યા:સેક્ટર 2માં કિન્નર સાથે રહેતા યુવકે અજાણ્યા યુવકની હત્યા કરી
* વહેલી સવારે અજાણ્યો યુવક ઘર પાસે જતા પૂછતાછ દરમિયાન ઝપાઝપી થયા બાદ પાઇપ મારતા મોત થયું
શહેરના સેક્ટર 2મા વહેલી સવારે અજાણ્યો યુવક સાથે ઝપાઝપી થયા પછી પાઇપ મારવાની મોત થયુ હતુ. વહેલી સવારે એક અજાણ્યો યુવક કિન્નરના ઘર આગળ ગયો હતો. જ્યાં કિન્નરના ઘરે રહેતા યુવકને પૂછતાસ દરમિયાન ઝપાઝપી થઇ હતી. જેને લઇને યુવકે અજાણ્યા યુવકને માથામાં પાઇપ મારતા મોત થયુ હતુ. આ બનાવને લઇને પાઇપ મારનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો.
મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 2એ સ્થિત પ્લોટ નંબર 71/2 ખાતે રહેતા કિન્નર જાનવીદેના ઘરે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામા આશરે 35થી 40 વર્ષિય અજાણ્યો યુવક આવી પહોંચ્યો હતો. જેને લઇને કિન્નરના ઘરે છેલ્લા દોઢ વર્ષથી રહેતો નિખિલ ધર્મેન્દ્ર રાજ દ્વારા અજાણ્યા યુવકની પૂછતાસ કરવામા આવી હતી અને કહ્યુ હતુ કે, અહિંયા કેમ આવ્યો છે ? સવાલ કરવા છતા જવાબ આપવામા આવ્યો ન હતો અને આ બાબતે બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેથી તે સમયે હાથમા આવેલી પાઇપ ફટકારવામા આવી હતી. જેમા શરીરે અને માથાના ભાગે ઇજાઓ થઇ હતી.
જ્યારે ગંભીર રીતે ઘવાયેલો અજાણ્યો યુવક ઘરની બહાર જ બેસી રહ્યો હતો. જેમા તેનુ આશરે 8 વાગ્યાના અરસામા મોત થયુ હતુ. જેને લઇને પોલીસે આરોપી નિખિલ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતક યુવકના વાલી વારસોને શોધવાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનિય છેકે, આરોપી નિખિલ દ્વારા શરૂઆતમા તો બચવા માટે અજાણ્યો યુવક બહાર કામ કરતા પડી ગયો હતો, તેમ જણાવ્યુ હતુ. પરંતુ કિન્નર જાનવીદેએ પૂછતાછ કરતા સમગ્ર ઘટના સાચી હતી. અહેવાલ – તેજાજી ચૌહાણ