જીવનના પાંચમા દાયકામાં છો ? સારા આરોગ્યવાળા વધારાના10 વર્ષ જીવવા છે ?
હાર્વર્ડ યુનિવર્સિટી અને આમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ અમેરિકામાં પુરુષ અને મહિલાઓના આરોગ્ય ઉપર ધ્યાન રાખ્યું હતું.
કસરત અને ધૂમ્રપાન તથા શરાબથી દૂર રહ્યા તેઓ અન્ય લોકો કરતાં 10 વર્ષ વધુ જીવ્યા હતા અને તે પણ સ્વસ્થ જીવન.
તો બસ , સ્વાસ્થ્યપ્રદ આહાર લો, શરાબ પીતા હો તો તે ઓછો કરી નાંખો અને દરરોજ 30 મિનિટ કસરત કરો, તો વધારાના સ્વસ્થ 10 વર્ષ જીવવા મળી જશે ના, આ કોઇ નર્યા સલાહસૂચન નથી, પણ વિજ્ઞાનીઓએ એક અભ્યાસમાં શોધી કાઢેલું સત્ય છે. નિયમિત કસરત, આરોગ્યપ્રદ ભોજન અને ધૂમ્રપાન અને શરાબથી દૂર રહેવાથી તમે વધારાનો સ્વસ્થ દાયકો જીવનમાં ઉમેરી શકો છો. મહિલાઓ પણ આ શૈલી અપનાવે તો કેન્સર, હૃદય રોગ કે ડાયાબિટીસ જેવા રોગો શરીરમાં પ્રવેશ મેળવી જાય એ પહેલાં તમારું જીવન 10 વર્ષ તો સ્વસ્થ રહીને જીવી શકો એ રીતે વધી જાય છે. વિજ્ઞાનીઓએ જીવનના પાંચમા દાયકામાં પ્રવેશી ગયેલા અને પાતળા, સક્રિય અને ધૂમ્રપાન કરતા નહીં હોય એવા 1,00,000 કરતાં વધુ લોકો ઉપર એક અભ્યાસ કર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટી અને આમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ અમેરિકામાં પુરુષ અને મહિલાઓના આરોગ્ય ઉપર ધ્યાન રાખ્યું હતું. આ અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા લોકો જ્યારે અભ્યાસ શરૂ થયો ત્યારે કોઇ રોગનો ભોગ બન્યા ન હતા. તેમના ઉપર 20 વર્ષ સુધી અભ્યાસ કરાયો હતો. જે લોકોમાં હૃદયરોગ, કેન્સર કે ટાઇપ 2 પ્રકારનો ડાયાબિટીસ થયો હોય એવા લોકોને રખાયા હતા. આ જૂથમાં રોગ ક્યારે પેદા થયો અને તેઓ ક્યારે મૃત્યુ પામ્યા એ વિગતો નોંધવામાં આવી હતી. તેના આધારે તારણ કાઢવામાં આવતા જણાયું કે જેઓ સ્વસ્થ આહાર, કસરત અને ધૂમ્રપાન તથા શરાબથી દૂર રહ્યા તેઓ અન્ય લોકો કરતાં 10 વર્ષ વધુ જીવ્યા હતા અને તે પણ સ્વસ્થ જીવન.