સોના-ચાંદીના ભાવમાં આજે ચમક, જાણો ભાવ

Views 150

શુક્રવારે વધી સોના અને ચાંદીની ચમક

સોનાનો આજનો ભાવ 48,008 રૂપિયા પ્રતિ ગ્રામ

માર્ચ વાયદામાં ચાંદીનો ભાવ 60,839 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

આજે ફરીથી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે સોનાની સાથે ચાંદીના ભાવ પણ વધ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલિવરી સોનાના ભાવમાં 0.49 ટકાનો વધારો નોંધાયો છે. તો ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે ચાંદી 0.11 ટકાના વધારાની સાથે કારોબાર કરી રહી છે.
 
લગ્ન સીઝનના કારણે વધી રહી છે સોનાની ડિમાન્ડ
દેશમાં લગ્ન સીઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી રહી છે. તેની અસર સોનાની કિંમતો પર જોવા મળી રહી છે. સોના અને ચાંદીની ઉપરના લેવલ પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે.
સોનાનો ભાવ
આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ફેબ્રુઆરી વાયદાનો ભાવ 0.14 ટકાના વધારાની સાથે 48008 રૂપિયા પ્રતિ ગ્રામ પર રહ્યો છે. ગયા વર્ષે સોનાએ 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કર્યો હતો. આ સમયે સોનું ઐતિહાસિક લેવલથી 8000 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.
ચાંદીનો ભાવ
સિલ્વર મેટલ કે ચાંદીનો ભાવ આજે 0.07 ટકાના વધારા પર છે. એમસીએક્સ પર માર્ચનો વાયદો 60839 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો છે.

મિસ્ડ કોલ કરીને જાણી લો સોનાનો ભાવ
આ રેટ્સ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો, આ માટે તમારે તમારા ફોનથી 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહે છે અને તમારા ફોન પર મેસેજ આવશે. જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા
જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તમે તેને માટે સરકારની તરફથી એક એપ છે તેની મદદ લઈ શકો છો. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપની મદદથી ફક્ત સોનાની સુદ્ધતાની તપાસ નહીં પણ તેની સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદ કરી શકાય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *