શેરબજાર:સેન્સેક્સ 382 અંક ઘટ્યો, નિફ્ટી 17600ની નીચે; મારૂતિ સુઝુકી, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા

Views 67

પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હતો. સેન્સેક્સ 382 અંક ઘટી 58743 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 105 અંક ઘટી 17512 પર કારોબાર કરી રહ્યો છે.

મારૂતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, HDFC સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 2.99 ટકા ઘટી 7115.15 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફિનસર્વ 2.67 ટકા ઘટી 17313.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 1.24 ટકા વધી 192.25 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.28 ટકા 1305.00 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. ડાઉજોન્સ 1.59 ટકા ઘટી 33843 પર બંધ થયું. નેસ્ડેક 0.44 ટકા ઘટાડા સાથે 14448 અને S&P 500 1.19 ટકા ઘટી 4307 પર બંધ થયા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *