ફેરફાર:આજથી ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા, નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ પણ લાગુ; 1 ઓક્ટોબરથી 6 મોટા ફેરફાર થયા

Views 64

LPG સિલિન્ડર 25 રૂપિયા મોંઘો થયો

ઈલાહાબાદ, OBC અને યુનાઈડેટ બેંકની જૂની ચેકબુક કામ નહીં કરે

આજે એટલે કે 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થયા છે. આજથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. તે ઉપરાંત ઈલાહાબાદ, OBC અને યુનાઈડેટ બેંકની જૂની ચેકબુક કામ નહીં કરે. અમે તમને આવા જ 6 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ જેની અસર તમારા પર પડશે.

LG સિલિન્ડર 25 રૂપિયા મોંઘોP થયો
પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે રસોઈ ગેસની કિંમતમાં વધારો કર્યો છે. સબ્સિડી વગરના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 75 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં ઘરેલુ ઉપયોગવાળા 14.2 કિલોના LPG સિલિન્ડરનો ભાવ 884.5 રૂપિયા થઈ ગયો છે. તેમજ દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયા થઈ ગઈ છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે અને 15 તારીખે રસોઈ ગેસના ભાવની સમીક્ષા કરે છે. અગાઉ 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. માત્ર 15 દિવસમાં નોન-સબ્સિડીવાળો LPG સિલિન્ડરનો ભાવ 50 રૂપિયા વધી ગયો છે.

નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ
1 ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. ઓટો ડેબિટનો અર્થ છે કે તમારા મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં વીજળી, LIC અથવા અન્ય કોઈ ખર્ચને ઓટો ડેબિટ મોડમાં નાખો છો તો એક નિશ્ચિત તારીખે પૈસા બેંક અકાઉન્ટમાંથી આપોઆપ કટ થઈ જશે.

ઈલાહાબાદ, OBC અને યુનાઈડેટ બેંકની જૂની ચેકબુક કામ નહીં કરે
1 ઓક્ટોબરથી ઈલાહાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) અને યુનાઈટેડ બેંકની જૂની ચેકબુક નકામી થઈ જશે. OBC અને યુનાઈડેટ બેંકનું પંજાબ નેશનલ બેંક (PNB)ની સાથે મર્જર કરવામાં આવ્યું છે. તેમજ ઈલાહાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં મર્જર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ બેંકના ગ્રાહકોને નવી ચેકબુક લેવી પડશે.

ડિમેટ અકાઉન્ટનું KYC જરૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ નવા ટ્રેટિંગ અને ડિમેટ અકાઉન્ટ ખોલવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. તેના અનુસાર હવે ટ્રેડિંગ અને ડિમેટ અકાઉન્ટનું KYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હવેથી જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.

તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો તે શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC પ્રોસેસ પૂર્ણ થયા બાદ અને વેરિફાય થયા બાદ જ તે થઈ શકશે.

ઘરેબેઠા લાઈફ સર્ટિફિકેટ બનશે
સરકારની તરફથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે 1 ઓક્ટોબર 2021થી લાગુ થઈ રહી છે. તેની મદદથી લોકો ઘરેબેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) બનાવી શકશે. Jeevanpramaan.gov.in/app જઈને તમે આ કામ કરી શકો છો.

બિલ પર FSSAI નંબર બતાવવો જરૂરી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત તમામ દુકાનદારોને રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. 1 ઓક્ટોબરથી ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત દુકાનદારોને વસ્તુના બિલ પર FSSAIનો રજિસ્ટ્રેશન નંબર લખવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તે સાથે જ દુકાનથી લઈને રેસ્ટોરાંએ ડિસ્પ્લેમાં બતાવવું પડશે કે તેઓ કયા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરી રહ્યા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *