શેરબજારમાં દિવાળી: સેન્સેક્સ 62000ને પાર, IRCTCના શેરમાં મોટો ઉછાળો

Views 60

BSE ખાતે સેન્સેક્સ પહેલી વખત 62000ને પાર

નિફ્ટી શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં 18604 પર પહોંચ્યો

IRCTCના શેરમાં અંદાજે 8 ટકા તેજી આવી  

 
ભારતીય શેરબજારમાં દિવાળી પહેલાં જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વિદેશી બજારોમાં મળી રહેલા પોઝિટિવ સંકેતો અને કંપનીઓના શાનદાર ત્રિમાકિ પરિણામોના લીધે સ્થાનિક શેર બજારમાં તેજીનો સિલસિલો યથાવત છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે સેન્સેક્સ 62000 પર પહોંચ્યો અને નિફ્ટી 18600ને પાર પહોંચી. સેન્સેક્સ 390 અંકની તેજી પર ખૂલ્યો. સવારે 10 વાગ્યે 346 અંકની તેજી સાથે ટ્રેડ થતા 62112 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં 18604 પર પહોંચી હતી.
સેન્સેક્સના શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોમાં 3 ટકાની તેજી આવી. આ સિવાય ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, ટીસીએસ, બજાજ ફિનસર્વમાં તેજી. જ્યારે આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, પાવરગ્રીડ શેરોમાં ઘટાડો નોંધાયો.
IRCTCના શેરની માર્કેટકેપ 1 લાખ કરોડને પાર

આ બધાની વચ્ચે IRCTCના શેરમાં અંદાજે 8 ટકા તેજી આવી છે. સવારે 10 વાગ્યે 7.76 ટકાની તેજી સાથે 6333 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. તેની સાથે જ કંપનીની માર્કેટકેપ 1 લાખ કરોડ રૂપિયાને પાર થઇ ગઇ છે. આ શેર બે વર્ષ પહેલાં લિસ્ટ થયો હતો અને આ દરમ્યાન રોકાણકારોને 20 ગણું રિટર્ન આપી ચૂકયું છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *