આજે વિશ્વભરમાં વર્લ્ડકપને લઈને લોકોમાં ભારે આતુરતા છે. ટી 20 ક્રિકેટમાં સામાન્ય રીતે જ્યારે પણ મેદાનમાં સ્પિનર બોલિંગ કરવા ઉતરે છે ત્યારે દર્શકોના ગેલમાં આવી જાય છે. તેને લાગે છે કે બેટ્સમેનો સ્પિનરો સામે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરશે. પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં આવું થવાનું નથી. પાવર પ્લે દરમિયાન જ કેટલીક ટીમો સ્પિનરોને બોલિંગના મોરચે લાવે તો નવાઈ પામવાની જરૂર નથી. આ વખતે પીચના મૂડ પરથી લાગે છે કે સ્પિનરો ટી 20 વર્લ્ડકપ પર પોતાનું વર્ચસ્વ ચાલુ રાખશે.

પાવર પ્લે દરમિયાન જ કેટલીક ટીમો સ્પિનરોને બોલિંગના મોરચે લાવે તો નવાઈ પામવાની જરૂર નથી. આ વખતે પીચના મૂડ પરથી લાગે છે કે સ્પિનરો ટી 20 વર્લ્ડકપ પર પોતાનું વર્ચસ્વ ચાલુ રાખશે.

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન પણ માને છે કે આ વખતે સ્પિનર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. રશીદ ખાનના જણાવ્યા મુજબ ત્રણ પીચ જેના પર યુએઈમાં સુપર 12, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે જેમાં સ્પિનરને ઘણી મદદ મળી શકે છે. તાજેતરમાં અહીં રમાયેલી IPL દરમિયાન પણ સ્પિનરનું વર્ચસ્વ જોવા મળ્યું હતું.

રશીદ ખાને વધુમાં જણાવ્યું હતું કે અહીંની પરિસ્થિતિ હંમેશા સ્પિનરો માટે સારી રહે છે. અને આવી સ્થિતિમાં આ વર્લ્ડ કપમાં માત્ર સ્પિનરોનું જ પ્રભુત્વ જોવા મળશે. પીચ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તે હંમેશા સ્પિનરો માટે મદદરૂપ રહેશે. સ્પિનર્સ અહીં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. જેમ તમે આઇપીએલમાં જોયું છે. સ્પિનરોએ હંમેશા તેમની ટીમને વાપસી કરાવી હતી. વર્લ્ડ કપમાં પણ આવું જ થશે.
IPL માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર રાશિદે આ વખતે 18 વિકેટ લીધી હતી. જ્યારે તેની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે હતી. તે યુઝવેન્દ્ર ચહલ અને વરુણ ચક્રવર્તી સાથે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર હતો. જણાવી દઈએ કે ગત વર્ષે IPLમાં સૌથી વધુ વિકેટ લેવાની રેસમાં રાશિદ અને ચક્રવર્તી ટોપ 10માં હતા. ખાસ વાત એ છે કે 2020માં સમગ્ર આઈપીએલ યુએઈમાં જ રમાઈ હતી.