શું કોહલીની ODI કેપ્ટનશિપ T20I પછી જશે? આ લોકો નિર્ણય લેશે!

Views 140

 

વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ નિર્ણય લેશે

T20 ટીમના સુકાનીપદેથી રાજીનામું આપ્યું હતુ

વિરાટની વનડે કેપ્ટનશિપ અંગે ટૂંક સમયમાં નિર્ણય

ICC T20 વર્લ્ડ કપ 2021 પછી, વિરાટ કોહલીએ ભારતીય T20 ટીમના સુકાનીપદેથી રાજીનામું આપ્યું હતુ. હવે તેની વન-ડે ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પણ ખતરામાં છે, માનવામાં આવે છે કે વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ મોટો નિર્ણય લઇ શકે છે.
વિરાટની વનડે કેપ્ટનશિપ અંગે ટૂંક સમયમાં નિર્ણય
વિરાટ કોહલીને વનડે કેપ્ટન તરીકે ચાલુ રાખવા અંગેનો નિર્ણય આ અઠવાડિયે ત્યારે લેવામાં આવશે જ્યારે ચેતન શર્માની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિ દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વિશે શું?
બીસીસીઆઈના ટોચના અધિકારીઓનું કહેવું છે કે કોવિડ-19નું નવું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું હોવા છતાં, પ્રવાસ હજુ પણ પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ રહેશે. જોકે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ભારત 2022માં માત્ર 9 વનડે રમશે
મોટાભાગની T20 આંતરરાષ્ટ્રીય મેચો વર્ષ 2022માં રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયપત્રક મુજબ, ભારતે આગામી 7 મહિનામાં માત્ર 9 વનડે રમવાની છે, જેમાંથી 6 વિદેશમાં જેમાં (3 દક્ષિણ આફ્રિકા અને 3 ઈંગ્લેન્ડ)માં રમાશે.
શું વિરાટ કોહલી વનડેની કેપ્ટનશીપ છીનવી લેશે?
BCCIમાં એક જૂથ વિરાટ કોહલીને વનડે કેપ્ટન તરીકે જાળવી રાખવાની તરફેણમાં છે, જ્યારે અન્ય જૂથ T20 અને વનડે બંનેની કેપ્ટનશિપ એક જ ખેલાડીને સોંપવાની તરફેણમાં છે. જેથી કરીને રોહિત શર્માને વનડે વર્લ્ડ કપ 2023 માટે સારી તૈયારી કરવાની તક મળી શકે.
આ બે લોકો લેશે અંતિમ નિર્ણય!
હવે સવાલ એ ઉભો થાય છે કે જો વિરાટ કોહલીની વનડે કેપ્ટનશિપને લઈને BCCIના જૂથો વચ્ચે તકરાર થાય તો તેનું પરિણામ શું આવશે? એવું માનવામાં આવે છે કે આ મામલે અંતિમ નિર્ણય બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ લેશે.

HBN TV NEWS

 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *