વિસનગરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

Views 62

વિસનગર શહેરમાં પોલીસે લાલ દરવાજા પાસે ચંદ્રવિલાસ હોટલની બાજુમાં બાતમીના આધારે વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. જેમાં પોલીસે તે શખ્સ પાસેથી જુગાર સાહિત્ય કબજે લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધ્યો
વિસનગરમાં શહેર પોલીસ સ્ટેશનના આ.પો.કો કલ્પેશ મનુભાઈ, આ.પો.કો મહેશ વેલજીભાઈ, આ.પો.કો કીર્તિસિંહ પ્રવિણસિંહ, આ.પો.કો હાદીપસિંહ તખતસિંહ વગેરે સ્ટાફના માણસો એ વિસનગર ટાઉન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પટણી દરવાજા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બલોચ મોઈનખાન ઉસ્માનખાન રહે. ગટીયાવાસ, વિસનગર એ લાલ દરવાજા પાસે ચંદ્ર વિલાસ હોટલની બાજુમાં વરલી મટકાનો જુગાર રમાડે છે. તે હકીકતને આધારે તે વિસ્તારમાં જઈ રેડ કરતા વરલી મટકાનો જુગાર રમાડતા બલોચ મોઈનખાનને ઝડપી લીધો હતો. જેની પાસેથી પોલીસે રોકડ રકમ રૂ.1120 તેમજ જુગાર સાહિત્ય સહિત મુદ્દામાલ કબજે લીધો હતો. આમ વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લઈ તેની વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *