વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને તૈયારીઓ
લગ્નમાં આવનારા ગેસ્ટને ટાઈગર સફારીની મજા કરાવશે
જયપુરથી રણથંભોર સફારી સુધી લઈ જવાની સ્પેશિયલ વ્યવસ્થા
9 ડિસેમ્બરે યોજાનાર વિકી કૌશલ અને અને કેટરીના કૈફના લગ્ન એટેન્ડ કરવા માટે આવનારા ગેસ્ટ માટે ટાઈગર સફારીનું આયોજન કર્યું છે. જયપુરથી રણથંભોર જવા માટે સ્પેશિયલ કાર અને રણથંભોરમાં પણ સફારી માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. ગેસ્ટને જંગલ સફારી સુધી પહોંચાડવા માટે 100 લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. આ સાથે રણભંથોરની કેટલીક હોટેલ્સ પણ ગેસ્ટ માટે બુક કરવામાં આવી છે. જંગલ સફારીમાં ગેસ્ટને ગાઈડ કરી શકે તેવા વાઈલ્ડ લાઈફ એક્સ્પર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
કૈટરિના કૈફ અને વિકી કૌશલના 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં શાહી ઠાઠમાઠથી લગ્ન થવા જઈ રહ્યાં છે. લગ્નમાં પ્રાઈવેસી રહે તે માટે હવે વિકી-કેટ દ્વારા એક એસઓપી જાહેર કરીને ગેસ્ટ પાસેથી તેના પર હસ્તાક્ષર લેવાના સમાચારો મળી રહ્યાં છે. એસઓપી હેઠળ લગ્નમાં હાજર રહેનાર મહેમાનોએ વેડિંગથી કોઈ પણ તસવીરો નહી લઈ શકે. આ સાથે લગ્નની ગોપનિયતા બનાવી રાખવાની પણ બાહેધરી આપવી પડશે. વિકી કેટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ એસઓપીને કારણે લગ્નમાં હાજર રહેનાર ઘણા વીવીઆઈપી ગેસ્ટે હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો હોવાની ચર્ચાઓ છે. એસઓપીમાં બનાવેલા નિયમો મુજબ ગેસ્ટ લગ્ન સ્થળની બહાર પણ જઈ નહી શકે તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં વહેતી થતાં જ લગ્નને લઈને બહાર પાડવામાં આવેલી નવી એસઓપી ટોકિંગ પોઈન્ટ બની છે.
બંનેના લગ્નમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ફ્લ્મિ પ્રોડયૂસર્સ, ડિરેક્ટર્સ, એક્ટ્રેસિસ, એક્ટ્રેસ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના અધિકારી પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, PMO તરફથી કલેક્ટર ઓફિસનો પ્રોટોકોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ સાથે જ PMO તરફથી કલેક્ટર ઓફિસ રૂટ ચાર્ટની માહિતી માગવામાં આવી છે. PMOના 5 અધિકારી કેટ-વિકીના લગ્ન માટે સવાઈ માધોપુર આવશે. લગ્નમાં સામેલ થનારા આ પાંચ સ્પેશિયલ ગેસ્ટને ટાઇગર સફરીની સાથે ક્રોકોડાઇલ સફરી પણ કરવામાં આવશે.
HBN TV NEWS