ગળામાં દુ:ખાવાએ જીવન ટૂંકાવ્યું
પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો હતો
રાજકોટના ભવાનીનગર વિસ્તારની ઘટના
રાજકોટમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ આપધાત કરતા ચકચાર મચી ગઇ છે. જેમાં ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલીએ ગળાફાંસો ખાઈ આપધાત કર્યો છે. તેમાં પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હતો ત્યારે બાળાએ આપઘાત કરી લીધો હતો.
વિદ્યાર્થીનીએ આપઘાત કરતા શહેરમાં ચકચાર
ધોરણ.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરતા શહેરમાં ચકચાર મચી છે. શહેરના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા હાલ મોટા સવાલઉભો થયો છે. જેમાં આટલી નાનીવયે જિંદગી સમજવાના બદલે તેઓને એવી કેવી મુશ્કેલીઓ કે મજબૂરી નડી રહી છે કે તેઓ તેમના જીવ સમાપ્ત કરવાનું નક્કી કરી દિધુ છે.
ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો ખાધો
આ ઘટનામાં પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તે સમયે 10 વર્ષીય ખુશાલીએ આપઘાત કર્યો હતો. બેભાન હાલતમાં ખુશાલીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા કપિલભાઈ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો ખાઈ લીધો હતો.
પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ
પોલીસે પરિવાર સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રવિવારે નાનાવામાં રહેતા કૌટુંબિકને ત્યાં ધાર્મિંગ પ્રસંગમાં જવા તમામ લોકો તૈયાર થયા હતા. ખુશાલીને પણ આવવા જણાવ્યું તો તેને ના પાડી લીધી હતી. ત્યારબાદ પરિવાર કાર્યક્રમમાં નીકળી ગયો હતો. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.