રામોલ પોલીસ સ્ટેશનમાં ફાયરીંગ કરી ઇજા કરનાર પ્રદિપ રાજપુત નામના આરોપીને ગણતરીના કલાકમાં ગુનામાં વાપરેલ હથિયાર તથા કારતૂસો સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્.
આજરોજ તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ પ્રદિપ રાજપુત નામના ઇસમે વસ્ત્રાલ રીલાયન્સ પેટ્રોલપંપની સામે વૃદાવન સ્કાય લાઇન ફ્લેટના મેઇનગેટ આગળ જયવીર પાનપાર્લર આગળ ઇશ્વરભાઇ ઠાકોર ઉપર ફાયરીંગ કરી ઇજા કરેલ હોવાનો બનાવ બનેલ હોવાની હકીકત જાણવા મળેલ. ઉપરોકત ફાયરીંગના બનાવ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, ચૈતન્ય આર.મંડલીક સાહેબનાઓએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરીંગ કરી ઇજા કરનાર ઇસમ પ્રદિપ રાજપુતને સત્વરે શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સુચના કરેલ. જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વાય.બલોચ નાઓની આગેવાની હેઠળ સ્કોડના પો.સ.ઇ કે.એમ.ચાવડા તથા પો.સ.ઇ જી.આર.ભરવાડ તથા સ્ટાફના માણસો અમદાવાદ શહેરમાં આરોપીને શોધી કાઢવા રામોલ તથા અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ હે.કો.મનિષભાઇ તથા હે.કો. રાકેશસિંહ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ‘’ રામોલ વિસ્તારમાં ઇશ્વર ઠાકોર ઉપર ફાયરીંગ કરી ઇજા કરનાર પ્રદિપ રાજપુત નાનો અમરાઇવાડી ભીલવાડા રોડ ઓમ ગુરૂ નમકીન આગળ ઉભો છે.” જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વાય.બલોચ તથા સ્કોડના પો.સ.ઇ તથા સ્ટાફના માણસોએ અમરાઇવાડી ભીલવાડા રોડ ઓમ ગુરૂ નમકીન ખાતે જઇ તપાસ કરતા સદરી ઇસમ ઉભેલ મળી આવતા ફાયરીંગ કરનાર પ્રદિપ નરસિંહ રાજપુત ઉવ.૩૧ રહે.સી/૧૦૩ વૃદાવન સ્કાય લાઇન ફ્લેટ રીલાયન્સ પેટ્રોલપંપની સામે એસ.પી.રીંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ નાને તા.૭/૧૨/૨૦૨૧ ના કલાક ૧૭/૩૦ વાગે ઝડપી પાડેલ.જેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તથા ૨ જીવતા કારતૂસ તથા મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામે પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા સોસાયટીના મેન્ટેન્સ ખર્ચના રૂપિયા નહી આપવા બાબતે ચેરમેન તથા કમીટીના સભ્યો સાથે અવાર નવાર ઝઘડા તકરારો થતી હોય, તેઓ મેન્ટેન્સ ના ખર્ચના રૂપિયાની માંગણી કરતા હોય, જેથી બપોરના અઢી થી પોણા ત્રણેક વાગે વસ્ત્રાલ રીલાયન્સ પેટ્રોલપંપની સામે વૃદાવન સ્કાય લાઇન ફ્લેટના મેઇનગેટ આગળ જયવીર પાનપાર્લર આગળ આરોપી પ્રદિપ રાજપુત નાએ પોતાની પાસેના તમંચાથી પોતાના ફ્લેટના કમીટી મેમ્બર ઇશ્વર ઇશ્વરભાઇ પ્રતાપભાઇ ઠાકોર ઉપર ફાયરીંગ કરી માથાની ડાબી બાજુ ઇજા કરેલ હોવાની કબૂલાત કરેલ.આવા ગંભીર ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી ગુજરાત છોડી રાજય બહાર ભાગી જવાની પેરવી કરતો હોય, તે પહેલાંજ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. જે સબંધે રામોલ પોલીસ સ્ટેશન ખાત્રી તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ- ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૪૨૧૨૦૩૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૭ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧) (બી-એ) ૨૭,૨૯ વિગેરે મુજબનો ગુનો દાખલ થવા પામેલ છે.પુર્વ ઇતિહાસ : – આ કામે પકડાયેલ આરોપી અગાઉ અમરાઇવાડી, નિકોલ, રામોલ પોલીસ સ્ટેશનમાં હથિયાર તથા શરીર સબંધી ગુનાઓમાં પકડાયેલ છે. ઉપરોકત આરોપી નિકોલ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૧૫/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૭ તથા આર્મ્સ એકટના ગુનામાં પકડાયેલ હતો. આ કામે મળી આવેલ કિશોરને રામોલ પોલીસ સ્ટેશનના ફાયરીંગ વીથ ખૂનની કોશિષના ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી