બે માસ અગાઉ સુરતના અમરોલી પોલીસ વિસ્તારમાં થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
ગઈ તા.૨૬/૦૯/૨૦૨૧ ના રોજ સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાપરાભાઠા ખાતે તાપીના પાળા પર ખીજડીવાળી જોગણી માતાના મંદિરના ગેઇટથી પાળા પર જતા દાદરાની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક વ્યકતિ નામે શની નવલકિશોર શર્મા, ઉ.વ.૨૫, રહે.ઘર નં.૧૦૭ દેવદીપ સોસાયટી, શિવાંજલી એપાર્ટમેન્ટની બાજુમાં છાપરાભાંઠા અમરોલી સુરતનું કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ અગમ્ય કારણોસર શરીરે તીક્ષ્ણ હથીયારના ઘા મારી મોત નીપજાવી ખુન કરેલ. આ બનાવ અંગે સુરત અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુરનં. ૧૧૨૧૦૦૦ ૪૨૧૨૪૫૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો નોંધાયેલ. આ ગુનો વણશોધાયેલ રહેવા પામેલ હતો. જેથી આ વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.બી.ટંડેલ નાઓના સ્કર્વાડના પો.સ.ઇ.શ્રી વાય.જી. ગુર્જર, પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી નાઓ સ્કર્વાડના માણસો સાથે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતાં. દરમિયાન એ.એસ.આઇ. રાકેશકુમાર રમાશંકર અને હે.કો.કૌશીક ગોવિંદભાઇ મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) મુકેશ ઉર્ફે છોટી સન/ઓફ સુભાષભાઈ મંગાભાઈ ગાયકવાડ, ઉ.વ.૨૪, રહે. ગરનાળા પાસે, છાપરામાં સુમુલ ડેરી રોડ, સુરભી હોસ્પિટલની સામે, કતારગામ સુરત શહેર (૨) સાગર સન/ઓફ રણજીતભાઈ પોપટલાલ દંતાણી, ઉ.વ.૨૨, રહે. શારદાબેન હોસ્પિટલ સર્કલ સામે, ટેકરા ઉપર છાપરામાં, સરસપુર, શહેરકોટડા, અમદાવાદ શહેર તથા સુમુલ ડેરી રોડ, સુરભી હોસ્પિટલ સામે, છાપરામાં, કતારગામ, સુરત શહેર નાઓને ઝડપી પાડેલ છે. પકડાયેલ બંને આરોપીઓની પુછપરછ કરતાં તેઓએ જણાવેલ છે કે, ગઇ તા.૨૬/૦૯/૨૦૨૧ ના રોજ તેઓ બંને સુરત સુમુલ ડેરી પાસેથી ઇંગલીશ દારૂના બે કવાટર લીધેલ. તે લઇ અમરોલી છાપરાભાઠા ખીજડીવાળી જોગણી માતાના મંદિરના ગેઇટ આગળ બહાર તાપીના પાળા ઉપર ગયેલ. ત્યાં બેઠા બેઠા દારૂ પીતા હતાં, એ વખતે એક ઇસમ તેઓની પાસે આવેલ. તેણે તેઓને અહીંયા દારૂ પીવાની ના પાડતા તેની સાથે બોલાચાલી, ગાળાગાળી થયેલ. મુકેશ ઉર્ફે છોટીએ પોતાની પાસેની મોટી છરીથી તે ઇસમને શરીરે ઘા મારી ભાગી ગયેલ હોવાની કબુલાત કરેલ છે. પકડાયેલ આરોપીઓને સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે. શોધાયેલ ગુન્હો : સુરત અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુરનં. ૧૧૨૧૦૦૦૪૨૧૨૪૫૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ઉપરોકત પકડાયેલ આરોપીઓએ આ સિવાય અન્ય આવા પ્રકારના કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ ? તે બાબતે તેઓની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી
અમદાવાદ
બે માસ અગાઉ સુરતના અમરોલી પોલીસ વિસ્તારમાં થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
Views 126