ગુજરાત રાજ્યના જેલ ફરારી, પેરોલ જમ્પ આરોપીઓને શોધી કાઢવા સારૂ અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી. ચૈતન્ય આર. મંડલીક સાહેબનાઓએ સુચના આપેલ. જે અનુંસધાને એન્ટી પ્રોપર્ટી સ્કોડ-૧ પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.આર. બ્રહ્મભટ્ટ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે,“સને ૧૯૯૨ માં ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાધીકા જીમખાનામાં ફાયરીંગ કરી આઠેક જેટલા માણસોનુ લતીફ ગેંગના સભ્યોએ ખુન કરેલ જે સબંધે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં.૨૫૪/૧૯૯૨ ઈ.પી.કો.કલમ ૩૦૨ વિગેરે મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ. જે ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નં. એસ/૮૬૩૭ નામે જાવેદખાન @ જાઈદ સ/ઓ અજીજખાન પઠાણ, રહે, મ.નં. ૩૦૪, આશીયા એપાર્ટમેન્ટ, સુલ્તાન મહોલ્લા દરિયાપુર અમદાવાદ નાનો તા.૨૩/૦૭/૨૦૨૦ થી દીન-૩૦ ની પેરોલ રજા ઉપર હતાં. પરંતુ ત્યાર બાદ તેઓ સમય મર્યાદામાં જેલ ઉપર હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરેલ છે. જે રીલીફ રોડ, વિજળી ઘર ચાર રસ્તા પાસે થી પસાર થનાર છે.” ઉપરોક્ત મળેલ ખાનગી બાતમી હકિકત આધારે રીલીફ રોડ ખાતે વોચ રાખી પાકા કૈદી જાવેદખાન @ જાઈદ સ/ઓ અજીજખાન પઠાણનાઓ મળી આવતાં, તેને ડીટેઈન કરી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
અહેવાલ જગદીશ સોલંકી
રાધિકા જીમખાના મર્ડર કેસનો આજીવન કૈદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી કે જે લતીફ ગેંગનો સાગરીત તેમજ રાધિકા જીમખાના મર્ડર કેસના મુખ્ય ભાગેડુ આરોપી શરીફખાન @ એસ.કે.નો ભાઈ છે. જેને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
Views 129