અંબાજી છાપરી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગના બહાને પૈસા લેતાના પર્યટકોના આક્ષેપ જિલ્લા પોલીસ વડા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી યાત્રિકોની માંગ ઉઠી
અંબાજી છાપરી ચેકપોસ્ટ રાજસ્થાન અને ગુજરાતની સીમાને જોડતી ચેકપોસ્ટ આવેલી છે જયાં ગુજરાત ભરના પર્યટકો અંબાજીમા મા અંબેના દર્શન કરી રાજસ્થાન માઉન્ટઆબુ અને જુદા જુદા સ્થળોએ ફરવા જતા હોય છે ત્યારે અંબાજીથી થોડાક કિમિ ની અંતરે છાપરી ચેકપોસ્ટ આવેલી છે
જયાં આવતા જતા પર્યટકો પાસેથી ગાડી ચેકીંગના બહાને પૈસા લઇ રહ્યા છે તેવા પર્યટકો આક્ષેપ કરી રહ્યા છે જો આ પર્યટકોની વાત ખરેખર સાચી હોય તો અંબાજી પોલીસ માટે આ એક સરમ જનક બાબત કહેવાય અને જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતે ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ થોડા સમય અગાઉ પણ છાપરી ચેકપોસ્ટના કર્મચારીઓ વિવાદમાં આવી ચુક્યા છે અને ફરી વાર પણ પર્યટકોના આક્ષેપ છે કે અમારા જોડેથી ખોટી રીતે પૈસાની માંગણી કરી રહ્યા છે ચેકપોસ્ટ પરના કર્મચારીઓ હવે એ જોવાનું રહયુ કે છાપરી ચેકપોસ્ટ પર કરવામાં આવતી પૌસાની ઉઘરાણી બંદ થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતુજ રહેશે ?
રિપોર્ટર લાલજી ઠાકોર દાંતા
અંબાજી છાપરી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગના બહાને પૈસા લેતાના પર્યટકોના આક્ષેપ જિલ્લા પોલીસ વડા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી યાત્રિકોની માંગ ઉઠી
Views 129