મેદરા અને સેક્ટર-૨૮માં જુગાર રમતા નવ પોલીસ ઝપટે ચઢ્યા

Views 101

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં જુગારની બદી વધી રહી છે ત્યારે મેદરા ગામમાં ડભોડા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા તો બીજીબાજુ સેક્ટર-૨૧ પોલીસે પણ સેક્ટર-૨૮ પાસેથી પાંચ જુગારીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ જુગારી પાસેથી કુલ ૩૧ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આમ તો જિલ્લામાં શ્રાવણ મહિના દરમ્યાન જુગારની બદી વધુ જોવા મળતી હોય છે પરંતુ ઘણા સમયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જુગારીઓ ખુણે ખાંચરે બોર્ડ બેસાડીને જુગાર રમતા હોય છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, મેદરા ગામે નર્મદા કેનાલ પાસે ઝાડીમાં કેટલાક શખ્સો જુગાર રમે છે જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડા પોડીને મેદરા ગામના સાહિલજી દશરથજી ચૌહાણ, વિક્રમજી કાનાજી ઠાકોર, સંજયજી બાબુજી ઠાકોર અને પરબતજી જેહાજી ચૌહાણને જુગાર રમતા ૧૩,૩૮૦ના મુદ્દામલ સાથે ઝઢપી લીધા હતા. બીજીબાજુ સેક્ટર-૨૧ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર-૨૮ પ્રેસ સર્કલ પાસે કેટલાક શખ્સો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમે છે જેના પગલે દરોડો પાડીને સે-૨૮ પ્રેસ સર્કલ પાસે રહેતા પુનમ ભીખાભાઇ વણઝારા, સલીમ હબીબભાઇ પઠાણ, વિજય ચિમનભાઇ દંતાણી, અજય પુનમભાઇ પટણી અને નવદીલ ઇસેખાન પઠાણ રહે. સંજરી પાર્ક પેથાપુરને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૧૮ હજારની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી  હાથ ધરવામાં આવી હતી. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *