પહેલા SHOને લાઈન હાજર કરવામાં આવ્યા બાદમાં સસ્પેન્ડ
બીજેપી નેતા વરુણ ગાંધીએ પણ પોલીસ પર સવાલો કર્યા
વિપક્ષી પાર્ટીઓએ પણ યૂપી પોલીસની કામગીરી સામે સવાલો કર્યા
કાનપુર ગ્રામ્ય વિસ્તારના અકબરપુરમાં એક વ્યક્તિને માર મારવાનો મામલો જોર પકડી રહ્યો છે. પોતાની પુત્રીને ખોળામાં લઈને ઉભેલા પુનીત શુક્લાને અકબરપુર પોલીસ સ્ટેશનના એસએચઓ વિનોદ કુમાર મિશ્રાએ નિર્દયતાથી માર માર્યો હતો. તેનો વીડિયો વાયરલ થયા બાદ SHO વિનોદ કુમાર મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પીડિત પુનીત શુક્લાએ આ સમગ્ર ઘટના અંગે મીડિયા ખુલાસો કર્યો છે.
પુનીત શુક્લાએ કહ્યું કે, હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે કેટલાક લોકો મારા ભાઈ રજનીશ શુક્લા પાસે આવ્યા, ત્યારબાદ રજનીશ શુક્લા ઘટનાસ્થળે ગયા, આ દરમિયાન હોસ્પિટલ ચાલુ હતી અને બધું કામ થઈ રહ્યું હતું, જ્યારે મારો ભાઈ ત્યાં બેઠો હતો બસ ત્યારે થોડીવારમાં પોલીસ આવી અને બધાને છોડીને તેના પર લાઠીચાર્જ કરવા લાગી.
પુનીત શુક્લાએ આગળ કહ્યું કે, જેવો જ હું મારા ભાઈ રજનીશ શુક્લાને બચાવવા ગયો, તેણે મારા પર લાઠીચાર્જ કર્યો અને મને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું, મારા ખોળામાં એક બાળકી હતી, બાદમાં તેઓએ બાળકીને છીનવી લીધી. પુનીત શુક્લાએ ઈજાના નિશાન બતાવતા કહ્યું કે મને હમણાં જ માહિતી મળી છે કે મારી સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે હતી સમગ્ર ઘટના
હાલમાં કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા હોસ્પિટલની બાજુમાં મેડિકલ કોલેજ બનાવવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. જેના કારણે જિલ્લા હોસ્પિટલમાં તેની માટી ઉડીને આવતી હતી. કર્મચારીઓએ આ અંગે ફરિયાદ કરી, પરંતુ કોઈ સુનાવણી ન થતાં તેઓએ ગુરુવારે વિરોધ કરવાનું શરૂ કર્યું. આરોપ છે કે આ દરમિયાન હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી.
પોલીસ પ્રશાસન કર્મચારીઓને હટાવવા માંગતું હતું, જ્યારે તેઓ રાજી ન થયા તો તેઓએ લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જ દરમિયાન જિલ્લા હોસ્પિટલના વોર્ડબોય અને સ્ટાફ લીડર રજનીશ શુક્લાને પોલીસે માર માર્યો હતો. આ દરમિયાન રજનીશનો ભાઈ પુનીત પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને તેને માર મારવા લાગ્યા. જ્યારે પોલીસ માર મારી રહી હતી ત્યારે પુનીતની બાળકીને ખોળામાં હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એડીજીએ એસએચઓ વિનોદ કુમાર મિશ્રને સસ્પેન્ડ કર્યા છે.
HBN TV NEWS