મહેસાણા જીલ્લાની પરિણીતાને 25 દિવસ સુધી દારૂ પીવડાવીને ફેરવી બાદમાં તેણે ફિનાઈલ પીવડાવ્યું

Views 185

મહેસાણા જીલ્લાની પરિણીતાને 25 દિવસ સુધી દારૂ પીવડાવીને ફેરવી બાદમાં તેણે ફિનાઈલ પીવડાવ્યું

     મહેસાણા જીલ્લાની 31 વર્ષીય પરિણીતાને 1 જુલાઇના બે દિવસ પહેલા મહેસાણાના મોટીદાઉ ગામે રહેતા પ્રજ્ઞેશ પટેલ નામના યુવાને ફોનમાં મેસેજ કરીને ધમકી આપી હતી, કે તે બંને જોડિયા બાળકો અને તેના પતિને જાન થી મારી નાખીશ. ધમકી આપતા પરણીતા નેહા ( નામ બદલેલ છે) 1 જુલાઈના રોજ પોતાના ઘેરથી કોઈને કીધા વગર નીકળી રાધનપુર ચોકડીથી ગાડી માં બેસી પ્રગ્નેશ પટેલ સાથે ખેડા ના મલાતજ ગયા હતા જ્યાં રાત્રે રોકાયાહતા. અને ત્યારબાદ પ્રજ્ઞેશ તેને મહારાષ્ટ્રના શિરડી ખાતે લઈ જઈ ત્રણ થી ચાર દિવસ હોટલમાં રાખીને દારૂ પીવડાવી ને અર્ધ બેભાન અવસ્થામાં રાખી હતી

ત્યાંથી પાછી અમદાવાદ લાવીને પ્રજ્ઞેશે ત્રણ દિવસ સુધી પરણીતા નેહાને એક રૂમમાં રાખી હતી અને ત્રણ દિવસ પછી ફરીથી શિરડી ખાતે લઈ જઈને 25 જુલાઈ ના રોજ હોટલમાં ધમકી આપીને દારૂ પીવડાવ્યો હતો અને સાંજે અર્ધ બેભાન અવસ્થામાં નેહાને શિરડીથી બસમાં અમદાવાદ અને ત્યાંથી પેસેન્જર ગાડીમાં સવારે મહેસાણા લાવ્યો હતો. ગ્રીન મેડોલ્સ આગળ એક ઝૂંપડી જેવી જગ્યામાં રોકાયા બાદ પ્રજ્ઞેશે નેહાને ઇકો ગાડીમાં બેસાડી પાલાવાસણા બેચરાજી ચોકડી ખાતે ઉતારી દીધી હતી ત્યારબાદ નેહા પોતાના પતિને ઓએનજીસી ઓફિસમાં મળવા ગઈ હતી.પરંતુ તેઓ ત્યાં ના મળતા ઓફિસથી પાછા પરત આવી રહી હતી તે સમયે ફરીથી તેને પ્રજ્ઞેશ રિક્ષામાં બેસાડીને મહેસાણા નજીક આવેલા એક ગામ ના પાટીયા નજીક ઉતારી દીધી હતી ચાલતા ચાલતા પોતાના ગામ તરફ જઈ રહેલી પરિણીતાને આગળ રેલ્વે ફાટક પાસે ઉભેલા પ્રજ્ઞેશે નેહાની નજીક આવેલા તળાવ પાસે લઈ જઈને એક ઢાંકણું ફિનાઈલ પીવડાવી દીધું હતું.નેહાએ ઉલટી કરીને પીવડાવેલું ફીનાઇલ કાઢી નાખતા પ્રજ્ઞેશે તેણીને જાનથી મારી નાખવાના ઇરાદે તળાવમાં ધક્કો માર્યો  હતો.

     ​​​​​​​તળાવમાં પડેલી નેહાએ બચવા માટે બૂમો પાડતા ગાયો લઈને આવેલા લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી હતી પરણીતાએ મોટી દાઉ ગામના પ્રજ્ઞેશ ગોવિંદભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ના પ્રયાસની 307 કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

                                                                                                                                                                                   અહેવાલ -ગાયત્રીબેન ઝાલા 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *