પાટણમાં બે બાળકની માતા સાથે એક શખ્સે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લઈ પરત ન આપી મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કરતા મહિલાએ કંટાળી સિધ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાના પતિએ આરોપી પાટણના યુવક ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ નોધાવી છે.
સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી
પાટણ શહેરમાં શુક્રવારે સિદ્ધિ સરોવરમાં બે સંતાનની માતાએ આત્મહત્યા કરતા તેની લાશ મળી આવી હતી. જે મામલે મહિલાના પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય પહેલા તેમની પત્ની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી.
ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી
મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હોય રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાને બિઝનેસ અમદાવાદમાં ચાલતા હોય તેમાં ઘણા પૈસા રોકાયેલા છે જેથી પૈસાની જરૂર હોવાનું કઈ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી મહિલાએ પોતાના 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદુના ઘરેણા યુવકને આપ્યા હતા. એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત ના આપી બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવ્યો હતો. જેથી હેરાન પરેશાન કરી મરવા દુષપેરણ કરતા મહિલા યુવકના ત્રાસથી કંટાળી સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પતિના ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.