સિધ્ધપુર તાલુકાનાં કનેસરા ગામે એક યુવતીને ભગાડીને લઈ જવાનાં મામલે બે પરિવારોમાં ચાલી રહેલા મનદુઃખના ભાગરુપે માથાકુટ અને મારામારી થઈ હતી. જે અંગે બંને પક્ષોએ સામસામી ફરીયાદો નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાનાં કનેસરા ગામે રહેતા યુવકે જય સિધ્ધપુરનાં ચંદ્રાવતીની યુવતીને ભગાડીને લઈ ગયો હોવાથી જેનું મનદુઃખ રાખીને ઘરે આવીને તેમને કહેલ કે, અમારી ભાણીને હજુ સુધી કેમ શોધીને – લાવ્યા નથી? જેથી તેમણે કહેલ કે, અમે શોધીએ જ છીએ. તેમ કહેતાં એક વ્યક્તિએ ઉશ્કેરાઈને ધોકાથી એક વ્યક્તિને બરડામાં અને ગળાનાં ભાગે માર્યો હતો. તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવ અંગે સામે પક્ષે પણ ફરીયાદ નોંધાવી છે.