મકાન ધરાશાયી :પાટણના સલવીવાડામાં મકાન ધરાશાયી થતા અફડાતફડી મચી, સમયસર બાળકો ખસી જતા બચાવ

Views 141

મકાન ધરાશાયી :પાટણના સલવીવાડામાં મકાન ધરાશાયી થતા અફડાતફડી મચી, સમયસર બાળકો ખસી જતા બચાવ

  • ઘટનામાં જાનહાનિ ટળતા તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો

     પાટણ શહેરમાં ચોમાસાના ભેજના કારણે સલીવાડામાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેથી અફડાતફતી મચી હતી. જોકે, આ ઘટના બની ત્યારે રિક્ષાની વાટ જોઈને બાળકો ઉભા હતા જેઓ તાત્કાલીત ત્યાથી ખસી જતા બચાવ થયો હતો. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જેથી તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

*બાળકો મહોલ્લામાં જતા રહેતા બચાવ
     મંગળવારે સવારે શહેરના સાલવીવાડા લિબચમાંતા પોળની સામે એક જર્જરીત મકાન જમીનદોસ્ત થતા મહોલ્લાના રહીશોમાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે લીંબચ માતાની પોળના બાળકો રીક્ષાની વાટ જોઈ ઉભા હતા. ત્યારે આ મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે બાળકો મહોલ્લામાં જતા રહેતા બાળકોનો આબાદ બચાવ થયો હતો. જેથી રહિશોએ રાહત અનુભવી હતી.

 

*પાલિકાએ જર્જરિત મકાનોના માલિકોને નોટિસો પાઠવી છે
આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં જર્જરિત બનેલા મકાનો પડવાના વાંકે ઉભા છે પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનોના માલિકોને નોટિસો પાઠવવામાં આવી છે છતાં મકાન માલિકો દ્વારા પોતાના મકાનો રીનોવેશન કે ઉતારી લેવાની કામગીરી હાથ ધરી નથી. જેથી ચોમાસામાં વરસાદના ભેજના કારણે આવા જર્જરિત બનેલા મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ બની રહ્યા છે.
પાટણ શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી બનવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય પાલિકા તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનો ઉતારી લેવા મકાન માલિકોને કડક સુચના આપી તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.

                                                                                                                                                                             અહેવાલ – મુરતૃજાઆલી સૈયદ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *