મંગળવારે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, બોર્ડની વેબસાઇટ પર જોઈ શકશો રિઝલ્ટ

Views 59

મંગળવારે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, બોર્ડની વેબસાઇટ પર જોઈ શકશો રિઝલ્ટ
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન પરિણામ જોઈ શકશે.
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. પરિણામ પછી માર્કશીટના વિતરણની તારીખ જાહેર કરાશે.
નોંધનીય છે કે, રેગ્યુલર 8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરિક્ષા આપી હતી અને 2 લાખ 25 હજાર રિપિટર વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આમ આ વર્ષે ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *