ભૂપેન્દ્ર પટેલને નેશનલ મીડિયાએ હિન્દીમાં ઇન્ટરવ્યૂ આપવા કહ્યું, જાણો CMનો જવાબ

Views 149

               વિજય રૂપાણી એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે અને તેમની કેબિનેટની પણ રચના થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાને સંબોધતાં સમયે હિન્દીમાં ઇન્ટરવ્યૂ આપવા બાબતે કહ્યું હતું કે ગુજરાતીમાં જ મારે કહેવું છે તમારે રાષ્ટ્રીય સ્તરે ચલાવવું હોય તે કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિવેદનને મીડિયામાં આવકાર મળ્યો છે.
ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડયા હતા અને તેઓ આનંદીબેન પટેલના ખાસ ગણવામાં આવે છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે લોકોની સાથે વાતચીત કરી હતી અને સરકાર દ્વારા બનતી તમામ મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન લોકોને હતું. જ્યારે પુરગ્રસ્ત લોકોની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા હતા ત્યારે તેમણે જામનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાની માતૃભાષામાં જ સંબોધન કરવાનો આગ્રહ રાખ્યો હતો.

જામનગરમાં તેમણે ગુજરાતી ભાષામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધીને તે ઉભા થઇ ગયા હતા અને જ્યારે તેઓ જતા હતા ત્યારે નેશનલ ન્યુઝના પત્રકારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જણાવ્યું હતું અને તે સમયે તેમણે એવું કહ્યું હતું કે, ગુજરાતીમાં જ હું કહેવાનો છું તમારે નેશનલમાં ચલાવવું હોય તો ગુજરાતીમાં ચલાવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદન બાદ સાંસદ પૂનમ માડમે કહ્યું હતું કે, નેશનલ ન્યુઝ ગુજરાતીનું અનુવાદ કરીને ચલાવે.
મહત્ત્વની વાત છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ તેમના તમામ નિવેદનો મરાઠી ભાષામાં જ આપે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાને પણ એ કહી દીધું હતું કે, હું ગુજરાતીમાં જ કહીશ તમારે જે કરવું કેવી રીતે કરવું હોય તે રીતે લઈ લો. ભૂપેન્દ્ર પટેલના નિવેદનને મીડિયામાં આવકાર પણ મળ્યો છે. મહત્ત્વની વાત છે કે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મીડિયા સામે ગુજરાતીમાં જ તેમને યોગ્ય લાગતા નિવેદનો આપવાનો આગ્રહ કરતા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *