આગ:ડીસાની નેમિનાથ સોસાયટીમાં આવેલા પૂર્વ ફ્લેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

Views 174

આગ લાગતા ઘરવખરીના સમાન સાથે દોડ લાખની રોકડ પણ બળીને ખાખ
ડીસા ફાયર ફાઇટરોએ ત્રણથી-ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

                 ડીસામાં આવેલા પર્વ ફ્લેટમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે નગરપાલિકાનું ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ જતાં ફ્લેટ માલિકને મોટું નુકસાન થયું હતું.

                 બનાસકાંઠા જિલ્લાના ડીસાની નેમિનાથ સોસાયટીમાં આવેલા પર્વ ફ્લેટમાં રહેતા રાજુભાઈ જયંતીભાઈ ઠક્કર આજે સામાજિક કામ અર્થે પાટણ રહ્યા હતા. તે સમયે ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં જ આજુબાજુના લોકો તરત જ બહાર દોડી આવ્યા હતા, અને જાણ કરતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

              ફાયર ફાઇટર ની ટીમે સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે આજુબાજુના બ્લોકમાં આવેલા લોકોમાં પણ દહેશતનો માહોલ છવાયો હતો. જ્યારે ફ્લેટમાં આગ લાગતા ઘરવખરીના સામાન સાથે દોડ લાખની રોકડ પણ બળીને ખાખ થઇ જતા ફ્લેટ માલિકને લાખ્ખો રૂપિયાનું નુકસાન થયુ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *