કલોલ શહેર ના શાકભાજી માર્કેટમાં ગંભીર બીમારી ફેલાય તેવી પરિસ્થિતિ

Views 132

કલોલ માં આવેલ નવું શાક માર્કેટ ની સ્થિતિ અત્યંત કથળેલી છે.શાક માર્કેટ માં કલોલ તથા આજુ બાજુ ના ગામડા ના ખેડૂતો પણ શાક માર્કેટ માં વેચાણ માટે આવતા હોય છે,અને ખરીદ વેચાણ કરવામાં આવતું હોય છે.રિટેલ બજાર માં પણ લોકો નો ઘસારો જોવા મળે છે.પરંતુ આખા શાક માર્કેટ માં ફક્ત ગંદકી જ જોવા મળે છે.ગંદકી એટલે હદે વધી ગઈ છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી.
શાક માર્કેટ માં કલોલ ની પ્રજા જે શાકભાજી કે ફ્રુટ ખરીદે છે. શું આ શાકભાજી કે ફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે? કેમકે આખો શાક માર્કેટ માં ફક્ત ગંદકી જ દેખાય છે.જે ગંદકી ઘણા રોગોને આમંત્રિત કરી શકે છે.માર્કેટ ની પરિસ્થિતિ જોઇને એવું લાગે છે કે વર્ષો થી અહી કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી.આવી સ્થિતિ માં કઈ રીતે વેપારીઓ પોતાનો ધંધો કરે છે એજ સમજાતું નથી.
કલોલ નગર પાલિકા ને શાક માર્કેટ ની આ ગંદકી દેખાતી નથી.અને જો દેખાય છે તો પછી કેમ કોઈ અેકશન લેવામા
આવતું નથી.કલોલ એપીએમસી ના ચેરમેન નવીન પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે તાત્કાલિક માર્કેટ ની સફાઈ કરાવી દઈશું. એમણે જણાવ્યું કે રિટેલ ના વેપારીઓ પણ કચરો કચરા પેટી માં નાખે અને શાક માર્કેટ ને સ્વચ્છ રાખે પરંતુ વેપારીઓ માનતા નથી જેથી ભવિષ્ય માં દંડ ની પણ જોગવાઈ આવી સકે છે.
શાક માર્કેટ ની બાજુમાં ગાયનેક હોસ્પિટલ આવેલી છે.જ્યાં નવજાત .બાળકો ને પણ અસર થઈ શકે છે.બીજી બાજુ ભારત હાઇ સ્કૂલ પણ આવેલી છે.આખા માર્કેટ ની ગંદકી થી આજુ બાજુના વિધાર્થીઓ ને પણ રોગ ફેલાઈ સકે છે.
કલોલ શાક માર્કેટ ના વેપારીઓને , છૂટક વેપારીઓ ને, સૌથી વધુ શાકભાજી ખરીદવા આવતી પ્રજા ને સલામ છે કે આવી ગંદકી માં પણ પરિવાર સાથે નાના બાળકો ને લઈને ખરીદી કરવા આવતા હોય છે.જો સ્વચ્છ માર્કેટ નહિ હોય તો ખરીદી પણ બંધ કરી દેવી જોઈએ કેમકે તમે તમારા પરિવાર ને શું ખવડાવી રહ્યા છો? આમ પણ કલોલ શહેર માં રોગ ચાળો ચાલતો રહે છે.તંત્ર ને પોતાની બેદરકારી છોડીને તાત્કાલિક ધોરણે શાક માર્કેટ ની સફાઈ કરવી જોઈએ.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હમેશ સત્ય ની સાથે
અહેવાલ : જગદીશ સોલંકી
 

 

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *