ભારતીય કંપની કરશે લોકોની મદદ
ફ્રેશર્સને અવસર આપશે HCL
Rise At HCL બનશે પ્રોગ્રામનો ભાગ
Infosys, TCS, Wipro અને HCL ટેક્નોલોજી જેવી ભારતીય આઈટી કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભરતી ઝડપી બની છે. આ પ્રયાસ અમેરિકી નોકરીને આઉટસોર્સ કરવાની વાતને ખોટી ઠેરવવા માટે છે.

અમેરિકામાં ભરતી વધારી રહી છે ભારતીય આઈટી કંપનીઓ
એચસીએલ દોઢ વર્ષમાં 2 હજાર ફ્રેશર્સને અવસર આપશે. ભારતીય આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજી અમેરિકામાં 12000 લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આવનારા 5 વર્ષમાં નોકરીનો અવસર આપશે. તેમાં લગભગ 2000થી વધારે લોકોને આવનારા દોઢ વર્ષમાં HCLની સાથે કામ કરવાનો અવસર અપાશે.
Rise At HCL પ્રોગ્રામનો ભાગ
કંપનીએ તેની જાણકારી આપતા કહ્યું કે આ ભરતી અમેરિકામાં સ્થાનીક લોકોને રોજગાર આપવાના તેના પ્રોગ્રામ Rise At HCLનો ભાગ છે. ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી જેવી ભારતીય આઈટી કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભરતીને ઝડપી કરી છે. આ પ્રયાસ અમેરિકી નોકરીઓને આઉટસોર્સ કરવાની વાતને ખોટી ઠેરવવા માટે છે.

ફ્રેશર્સને ટ્રેનિંગ આપવા પર રહેશે ફોકસ
એચસીએલ ટેક્નોલોજીના CEO અને એમડીના જણાવ્યા અનુસાર Rise At HCL પ્રોગ્રામ ફેશર્સને ટ્રેનિંગ આપવા માટે ફોકસ્ડ છે. તેમાં ફ્રેશર્સને જોબ લર્નિંગથી લઈને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ સુધીનું પ્રશિક્ષણ અપાય છે. આ પ્રોગ્રામની મદદથી હાલમાં ગ્રેજ્યુએટ થયેલા કે જલ્દી ગ્રેજ્યુએટ થઈ રહેલા યુવાઓને એચસીએલમાં કામ કરવા માટે તૈયાર કરાશે.
આ રાજ્યો પર રહેશે ફોકસ
એચસીએલ આ પ્રોગ્રામની મદદથી એપ ડેવલપમેન્ટ, ક્લાઉડ, આઈટી ઈન્ફ્રા સર્વિસ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ એન્જિનિયરિંગ જેવા રોલ માટે ભરતી કરશે. આ ભરતી અમેરિકાના નોર્થ કૈરોલાઈના, ટેક્સાસ, કેર્લિફોનિર્યા, મિશિગન, પેન્સિલવેનિયા, મિનેસોટા અને કનેક્ટીક્ટ જેવા રાજ્યોમાં કેન્દ્રિત રહેશે.