મુંબઈના દરિયામાં નવસારીના 8 માછીમારો લાપતા, સ્વજનોમાં ચિંતા

Views 135

યુવાન માછીમારો મુંબઈના દરિયામાં સંપર્ક વિહોણા
8 માછીમાર બોટમાં અન્ય ખલાસીઓ સાથે લાપતા
તમામ અદડી છાપરા, કૃષ્ણપુરના હોવાનું સામે આવ્યું

નવસારી જિલ્લાના 8 માછીમારો લાપતા થયા છે. જેમાં અદડી છાપરા ગામના ચાર તથા ચાર યુવાનો જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના હોવાનું સામે આવ્યું છે. તેમાં નવસારીના યુવાનો મુંબઈના ભાઉ ચા ધક્કા બંદર ઉપરથી માછીમારી કરવા ગયા હતા. જેમાં જગવંદન બોટ લઈને યુવાનો માછીમારી કરવા ગયા હતા. જેમાં આઠ યુવાનો બોટ અને અન્ય ખલાસીઓ સાથે લાપતા બન્યા છે.
બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈ ખાતે રહેતા માલિકે કરી
પાછલા દસ દિવસથી બોટ અને ખલાસીઓ સંપર્ક વિહોણા બનતા ચિંતાનો માહોલ છવાયો છે. જેમાં મુંબઈ સ્થાનિક પોલીસે યુવાનો અને બોટની શોધખોળ હાથ ધરી છે. માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી કરવા જતા 10 દિવસ પહેલા દરીયામાં ગુમ થઈ હતી. જેની શોધખોળ સ્થાનિક પોલીસ અને અન્ય બોટ દ્વારા કરવામાં આવી હતી. જોકે 10 દિવસ બાદ બોટની કોઈ માહિતી નહી મળતા આ બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈ ખાતે રહેતા માલિકે કરી હતી.
વાયરલેસ ઉપર સંપર્ક તૂટી ગયો
ઉલ્લેખનિય છે કે માછીમારો દર વર્ષે શ્રાવણ માસ બાદ માછીમારી કરવા માટે માછીમારો બોટ લઈને દરિયામાં જતા હોય છે અને અલગ અલગ બંદરોએ માછીમારીનો ધંધો કરતા હોય છે. નવસારી જિલ્લામાંથી પણ હળપતિ સમાજના લોકો બોટમાં માછીમારી કરવા માટે ખલાસી તરીકે જતા હોય છે. નવસારીના છાપરા રોડના અદડી ખાતે રહતા હળપતિ સમાજના ચાર લોકો અનિલ રમેશભાઈ હળપતિ, તેમના ભાઈ અમિત હળપતિ, શંકરભાઈ હળપતિ અને નિમેશ હળપતિ પણ ઓગષ્ટ માસમાં રક્ષાબંધન બાદ બાલવીરભાઇ સાથે મુંબઈ ખાતે કૈલાશ સોલંકી નામના વેપારીને ત્યાં તેઓ કામ કરવા ગયા હતા. 10 દિવસ પહેલા જગવંદન નામની બોટમાં નવસારીના સહિત 8 લોકો અરબ સાગરમાં માછીમારી કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેમનો વાયરલેસ ઉપર સંપર્ક તૂટી ગયો હતો.
આ બાબતે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
આ બાબતે બોટના મલિક કૈલાશ સોલંકીએ પોતાની બોટનો સંપર્ક કરવા માટે સ્થાનિક પોલીસની પણ મદદ લીધી હતી. તેઓનો કોઈ સંપર્ક થયો ન હતો. આ બોટની આસપાસ બોટ હોય તે માટે મેસેજો પણ પોલીસ દ્વારા મુકવામાં આવ્યા હતા, પણ કોઈ માહિતી મળી ન હતી. રવિવારે નવસારી ખાતે રહેતા હળપતિ પરિવારને ત્યાં મુંબઈથી બોટના મલિક અને પોલીસનો ફોન આવ્યો હતો કે, તમારા સ્વજનોના આધાર કાર્ડ અને ફોટા જોઈએ છે. બોટ ગુમ થઈ હોય તેમાં કામ કરતા લોકોની ઓળખ થઈ શકે. નવસારી ખાતે રહેતા સ્વજનોમાં ચિંતાની લાગણીઓ ઉભી થઇ હતી. આ બાબતે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *