બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતાં પાંચ ઈસમોને પોલીસે દબોચી લીધા

Views 80

બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી કુલ પાંચ જેટલા ઈસમને દારૂની હેરાફેરી કરતાં વાહનો સાથે ઝડપી પાડ્યાં છે. જેમાં વાસણ ચેકપોસ્ટ પરથી, થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી, ચિત્રાસણી અને કરજોડા નજીકથી દારૂની બોટલો સહિત ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુલ 6 લાખ 63 હજાર 700નો મુદ્દામાલ કબજે કર્યો
વાસણ ચેકપોસ્ટ પરથી ગાડીમાંથી ધાનેરા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ગાડીમાંથી દારૂની 690 જેટલી બોટલો પોલીસે કબજે કરી કુલ 6 લાખ 63 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગાડી ચાલક હિતેશ લઠવાળ હરિયાણાના ઈસમની અટકાયત કરી ધાનેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુલ 3 લાખ 63 હજાર 756નો મુદ્દામાલ કબજે કર્યો
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે એક દારૂ ભરેલી ગાડી સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે. ગાડીમાંથી 557 બીયરની બોટલો સહિત કુલ મુદ્દામાલ 3 લાખ 63 હજાર 756 રૂપિયા કબજે લઈ ગાડી ચાલક સુરેશ રાજપુત, વાવ તેમજ જયકુમાર મોડિયા, પારસનાથ સોસાયટી થરાદની અટકાયત કરી એલસીબી પોલીસે થરાદ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
164 દારૂની બોટલ મળી
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ચિત્રાસણી તેમજ કરજોડા ગામ નજીકથી બે દારૂ ભરી રિક્ષા પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રાસણી નજીક પોલીસે નાકાબંધી કરી હતી. જેમાં એક શંકાસ્પદ રિક્ષાની તપાસ કરતાં 164 દારૂની બોટલો સહિત કુલ મુદ્દામાલ સહિત ચાલક લાલા માજીરાણા જુનિરોહ, અમીરગઢવાળાની અટકાયત કરવામાં આવી છે.

84 જેટલી દારૂની બોટલ કબજે કરી
કરજોડા નજીક નાકાબંધી દરમિયાન રિક્ષામાંથી 84 જેટલી દારૂની બોટલો સહિત કુલ મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા ચાલક પ્રભુ ઠાકોર, કાકવાડા અમીરગઢવાળાની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *