પાલનપુરમાં રાત્રે 3 વાગ્યે એક શખસ કેલબો ભરીને પેટ્રોલ લઈ આવ્યો ને ઘર આગળ પડેલી ઇકોને આગ ચાંપી દીધી,

Views 119

પાલનપુર તાલુકાના જગાણા ગામે ઘર આગળ પડેલી ઈકો કારમાં અજાણ્યા શખ્સે મોડી રાત્રે આગ ચાંપી હતી. આ ઘટના ઘર આગળ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આગ લગાવનાર શખ્સની ઓળખ ન થતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરી
પાલનપુર તાલુકાના જગાણા ગામે રહેતા નરેન્દ્રભાઈ મોહનભાઈ ચૌહાણ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ રાત્રે પરિવારના સભ્યો સાથે ઓસરીના ભાગે સૂતા હતા. તેમનો પુત્ર મધુસુદન અને પત્ની જમનાબેન ઘરમાં સુતા હતા. દરમિયાન રાત્રિના 3:30 વાગ્યાના સુમારે ઘર આગળ પાર્ક કરેલી તેમની ઇકો કાર માં આગ લાગી હતી. પરિવારજનોએ મોટર ચાલુ કરી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાબુમાં ન આવતા ફાયર અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આગ લગાડતો શખ્સ સીસીટીવીમાં કેદ
ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સવારે ઘરની આગળ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક એક અજાણ્યો શખ્સ ઘરના ગેટની અંદર આવતો જણાયો હતો. જેના હાથમાં સફેદ કલરનો કેલબો હતો. જે ઈકોગાડી તરફ જઈ ગાડીનો દરવાજો ખોલી અંદર જ્વલનશીલ પ્રવાહી છાંટી ગાડીને દિવાસળીથી સળગાવતો જણાયો હતો અને ગાડી સળગ્યા પછી તુરંત ત્યાંથી નાસીને ગેટ બહાર જતો જણાયો હતો. જોકે, પરિવારે આ શખ્સને ન ઓળખતા નરેન્દ્રભાઈ ચૌહાણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *