પાલનપુર – અમદાવાદ હાઇવે નજીક આવેલો ફલેટ જોવા ગયા હતા, ત્યારે વૃધ્ધ અને વકીલ ઉપર ચાર વ્યકિતઓએ હુમલો કર્યો હતો. જેમાં મહિલાએ વકીલના ગુપ્તભાગે લાત મારીને ઇજા પહોચાડી હતી. તેમજ વૃધ્ધને પણ થપ્પડ મારી દીધી હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર સીટીના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતા નામે પ્રવિણકુમાર ઉર્ફે મુન્નાભાઇ ચિરંજીવીલાલ ગુપ્તાની માલિકીના દસ ફલેટ પાલનપુર અમદાવાદ હાઇવેની બાજુમાં આવેલા છે. જે પૈકી શકુંતલાબેન મુક્તિલાલ શાહ એક ફલેટ ખાલી કરતાં ન હોઇ કોર્ટમાં દાવો દાખલ કરવાની કાર્યવાહી કરવા માટે તેમના મિત્ર નંદલાલ રામાનંદી અને તેમના વકીલ ઉદયભાઇ સાથે માલિકીના ફલેટ જોવા ગયા હતા. તે વખતે શકુંતલાબેને પ્રવિણભાઇને કોલરથી પકડીને થપ્પડ મારી દીધી હતી. તેમજ તેમના વકીલના ગુપ્તભાગે પણ લાત મારી હતી. મીનાક્ષીબેન મુક્તિલાલ શાહ, પારસભાઇ મુક્તિલાલ શાહ અને શ્રેણીક ઉર્ફે સૈનિક મુક્તિલાલ શાહે હૂમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પ્રવિણકુમારે આ ચારેય સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
રિપોર્ટર – સમા સદ્દામ