પંચમહાલ હાલોલના નાથકુવા ગામે પાસ પરમીટ વગર ઇંગ્લિશ દારૂ નું વેચાણ કરે તેવી પાક્કી બાતમીને આધારે પાવાગઢ પોલીસ દ્વારા રેડ કરતા ૨૮૫૦ રૂપિયા ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી તેને Covid-19 નો ટેસ્ટ કરવા માટે મોકલી આપવામાં આવ્યા.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના નાથકુવા ગામના ડુંગરી ફળિયામાં રહેતા દિનેશભાઈ મંગાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ઘરે ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો મુદ્દામાલ રાખી વેચાણ કરે છે. જે બાતમીને આધારે પાવાગઢ પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ઘરના ખૂણા ના ભાગે એક પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬ ની કુલ કિંમત ૨૮૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને અટકાયત કરી તેને હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાને કારણે તેને પહેલા Covid-19 નો ટેસ્ટ કરવા માટે મોકલી આપવામાં આવ્યો. ત્યારબાદ પાવાગઢ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Views 189